સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિદેશમાં એક્ઝિબિશન યોજાશે
સુરત , સુરત કાપડ ઉદ્યોગનાં વિકાસને ચાર ચાંદ લગાવવા સુરત ટેક્સટાઇલ એક્સપોર્ટની નવી શરૂઆત કરવામાં આવી છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિદેશમાં એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. અમેરિકામાં ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેર યોજાશે. મહત્વનું છે કે વિશેષતાથી ભરપૂર સુરતના કાપડથી વિદેશી ખરીદદારો માહિતગાર થાય અને ખરીદવા આકર્ષાય તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. એટલાન્ટામાં ૯થી ૧૧ જૂન સુધી યોજાનાર આ ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં ૫૯ જેટલા ઉદ્યોગકારો ભાગ લેશે.
સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિદેશમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ એક્ઝિબિશનમાં ભારતીય કાપડ અને કપડાંની બનાવટની પ્રોડક્ટને પ્રદર્શિત કરવામાં આવશે જેને પગલે વિદેશી ગ્રાહકો કપડાંની ખાસિયત અંગે જાણી શકે. વિદેશમાં પણ સુરતના કપડાંની માંગ વધે તો તેની સીધી અસર સ્થાનિક ઉત્પાદન અને રોજગાર પર પડી શકે છે. આ ટ્રેડ ફેરના પગલે વિદેશમાં સીધો વેપાર વધવાની શક્યતા સેવાઇ રહી છે.નોંધનિય છે કે, સુરત એકમાત્ર શહેર છે જે કપડાની વિશ્વની માંગને સંતોષી શકે છે. જેને લઈને ટેક્સટાઇલ મંત્રાલય પહેલેથી જ નિકાસ પર ભાર આપી રહ્યું છે.
ત્યારે અમેરિકામાં યોજાઈ રહેલા એક્ઝિબિશનથી ઉદ્યોગપતિઓને નવું પ્લેટફોર્મ મળશે.ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેર એક્ઝિબિશનમાં ડાયરેક્ટ એન્ડ પ્રોડક્ટ્સ બનાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે જેઓ વસ્તુઓને ગ્રાહકો દ્વારા સીધી રીતે વાપરવા યોગ્ય બનાવે છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. જેમાં ફાઇબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્સટાઇલ, એપેરલ અને ગારમેન્ટ, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ સહિતના વિક્રેતાઓ સામેલ થશે. આ ઉપરાંત યુએસએમાંથી ટેક્સટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલ સેલર્સ-રિટેલર્સ અને ફેશન ડિઝાઇનર્સ પણ જાેડાશે.ss3kp