સુરત જિલ્લાના વણેસા ગામે રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે રહેતી ૩૮ વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જેથી મહિલાએ ત્રણથી ચાર દિવસ અગાઉ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં વણેસા ગામે સાકાડેરી ફળિયામાં રહેતી અને મૂળ બારડોલી તાલુકાનાં પણદા ગામની વતની ગીતાબેન સંજયભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) નાઓએ કોઈ અગમ્ય કારણોસર ઘરની પાછળ આવેલ શેરડીના ખેતરમાં લાઇટના થાંભલા સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી તેમનો મૃતદેહ સડી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો.
જેથી તેમણે ત્રણથી ચાર દિવસ અગાઉ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.