સી.આર પાટીલના વરદ હસ્તે સુમૂલના નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-12.50.19-PM-1024x682.jpeg)
સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા પ્લાન્ટમાં પ્રતિદિન 50,000-1,00,000લીટર ક્ષમતા તથા આઇસક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં શ્રી જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખુભાઇ પટેલે,સુમુલ ફેડરેશનના એમ.ડી શ્રી આર.એસ.સોઢીએ,રાજયનામંત્રીશ્રીઓ શ્રી જગદિશભાઇ વિશ્વકર્મા,શ્રી કનુભાઇ દેસાઇ પ્રાસંગીક સંબોધન કર્યુ.
સુમુલને કારણે આદિવાસી ભાઇ-બહેનો દૂધ ઉત્પાદન સાથે જોડાયા છે અને આર્થિક રીતે મજબૂત થયા છે.- શ્રી સી.આર.પાટીલ
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશના વિકાસ માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે મે કેન્દ્રમાં એક પણ એવું કામ નથી કર્યુ કે જેનાથી દેશના લોકોને નીચુ જોવું પડે.- શ્રી સી.આર.પાટીલ
દૂધ ઉત્પાદન દ્વારા લોકોને આર્થિક રીતે મજબૂત કરવા સુમુલ ડેરીનો મહત્વનો ફાળો છે. –શ્રી સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 08 જૂનના રોજ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલ પ્લાન્ટમાં પ્રતિદિન 50 હજાર લીટર થી એક લાખ લીટર ક્ષમતા તથા આઇસક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનું શાલ, સહકારીક્ષેત્રનો ખેસ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રી જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખુભાઇ પટેલે,સુમુલ ફેડરેશનના એમ.ડી શ્રી આર.એમ.સોઢીએ રાજયનામંત્રીશ્રીઓ શ્રી જગદિશભાઇ વિશ્વકર્મા,શ્રી કનુભાઇ દેસાઇ પ્રાસંગીક સંબોધન કર્યુ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, દૂધ ઉત્પાદન દ્વારા લોકોને આર્થિક રીતે મજબૂત કરવા સુમુલ ડેરીનો મહત્વનો ફાળો છે.ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હંમેશા જે કહે છે તે કામ પુરુ પાડે છે.ખેડૂતો પહેલા આકાશ પર આધારીત ખેતી કરતા પરંતુ હવે નહેરનું પાણી મળે છે તેના કારણ ખેડૂત પાક વધુ કરતા થયા છે. ઉત્તર ગુજરાત એક એવુ રાજ્ય હતું કે જ્યા કોઇ ઇન્ડસ્ટ્રી ન હતી પરંતું ત્યા સફેદ ક્રાંતી હવે આવી છે.
દૂધ ઉત્પાદનમાં બહેનો આગળ આવી અને આર્થિક મજબૂતાઇ દૂધ ઉત્પાદનને કારણે આવી.આજે સુમુલને કારણે આદિવાસી ભાઇ-બહેનો દૂધ ઉત્પાદન સાથે જોડાયા છે અને આર્થિક રીતે મજબૂત થયા છે. સહકારક્ષેત્ર આવનાર દિવસમાં વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ છે.
સહકાર ક્ષેત્રે પહેલા ભાજપનું કોઇ અન્ય પાર્ટી સાથે ગઢબંઘન ચાલતું હતું પરંતુ ભાજપના કાર્યકરોએ નક્કી કર્યુ કે કોઇ પાર્ટી સાથે ગઠબંઘન કરવું નહી અને ભાજપનો કાર્યકર સહકારી ક્ષેત્રમાં ચૂંટણીમા ઉમેદવારી કરશે. ભાજપના ઉમેદવારો 310 સહકારી ક્ષેત્રે ચૂંટણી થઇ તેમાં તમામ ચૂંટણી જીત્યા છીએ.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશના વિકાસ માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે મે કેન્દ્રમાં એક પણ એવું કામ નથી કર્યુ કે જેનાથી દેશના લોકોને નીચુ જોવું પડે.આઝાદી પછી ઝગડીયા એ.પી.એમ.સી બીનહરીફ જાહેર થઇ છે તે બદલ ભાજપના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઇ,શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઇ પટેલ, જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષશ્રી ભીખુભાઇ પટેલ,સુરત જીલ્લાના પ્રમુખશ્રી સંદિપભાઇ દેસાઇ, સુમુલ ડેરીના અધ્યક્ષશ્રી માનસિંહભાઇ પટેલ ,સુમુલ ફેડરેશનના ચેરમેનશ્રી આર.એસ સોઢી,સુરત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ,સુરત જિલ્લાના પ્રભારીશ્રી ભરતભાઇ પટેલ સહિતના સુમુલ ડેરીના ડિરેકટર્શ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.