સુરત જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની જાગૃતિ અભિયાન
પલસાણા અને ઓલપાડમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડોર ટુ ડોર કાનુની જાગૃતિ અભિયાન
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરતના ચેરમેનશ્રી વિ.કે.વ્યાસ સાહેબ તથા સચિવશ્રી અને અધિક સિનિયર સિવિલ જજશ્રી કે.એન.પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પલસાણા તાલુકાના તરાજ, લિંગળ , વડદલા ,
તાતી ઝઘડા, એરથાણ જયારે ઓલપાડના સરોલી, જોથાણ, કનાદ ,શેરડી , કોસમ, કરમલા , વડોલી, ઉમરાછી, અણીતા , બોલાવ, ભાદોલ , કદરામા, ઈશનપોર , માસમા જેવા વિભિન્ન ગામોમાં ડોર ટુ ડોર મફત કાનૂની સહાય , મહિલાઓના અધિકારો , મિડીયશનની પ્રક્રિયા ,
ઘરેલું હિંસા અધિનિયમ, શિક્ષણનો અધિકાર, પોસ્કો એક્ટ, લાંચ-રિશ્વત વિરોધી અભિયાન સહ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકરની વિભિન્ન યોજનાઓ વિશે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરતના પિ.એલ.વી પ્રદિપભાઈ શિરસાઠ, કૌશલ બાગડે અને તેમની ટિમ દ્વારા મોટી સંખ્યામાં લોકોને જાગૃત કરવામાં આવ્યા.