સુરત: જૂની પેન્શન યોજનાનો અમલ શરૂ કરવા માગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Pention-1024x683.jpg)
સુરત, સુરત આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય હડતાળની જાહેરાત કરી હતી. ગઈકાલે અને આજે તેઓ કામકાજથી અળગા રહ્યા હતા. કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
સુરત ઘોડદોડ રોડ પાસે આવેલા ઇન્કમટેક્ષ ભવન ખાતે ૩૦૦ કરતાં વધારે આવકવેરા વિભાગના અધિકારીઓએ હડતાળમાં જાેડાઇને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. સરકારે જે પ્રકારના ર્નિણયો કર્મચારીઓને લઈને લઈ રહી છે. તે ર્નિણયો કર્મચારીઓના હિતમાં ન હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.
ઈન્કમટેક્ષ વિભાગના કર્મચારીઓએ કહ્યું કે, સરકારે જે જૂની પેન્શન યોજનાનો અમલ બંધ કર્યો છે. તેના કારણે કર્મચારીઓ અને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. નવી યોજનામાં કર્મચારીઓના હિત દેખાતું નથી. તેથી સરકારને જૂની પેન્શન યોજના અમલી બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી રહી છે.
પરંતુ સરકાર મનસ્વીપણે અમારી માગણીને પૂર્ણ કરી રહી નથી. કોરોના કાળ દરમિયાન DA/DR ૧૮ મહિનાનું રોકી રાખ્યું છે. તેની પણ ચુકવણી ઝડપથી કરવામાં આવે તે જરૂરી છે. કોરોના કાળ દરમિયાન આવી દુઃખદ ઘટનાઓમાં પણ સરકાર માનવતાના ધોરણે પણ ર્નિણય લઇ રહી નથી. સરકારની જે કર્મચારીઓને લઈને નીતિ છે. તેમાં કરોના કાળ દરમિયાન જે કર્મચારીઓના મોત થયા છે. તેમના પરિવાર પૈકી માત્ર પાંચ ટકા લોકોને જ નોકરી ઉપર લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ રાકેશ રંજને જણાવ્યું કે, ગઈ કાલે અને આજે અમે બે દિવસથી હડતાલ ઉપર ઉતર્યા છીએ. રાષ્ટ્રવ્યાપી હડતાલને અમે પુરજાેશથી સમર્થન આપી રહ્યા છીએ. સરકારની જે નીતિ છે. તે ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની છે.
કર્મચારીઓનું હિત ન હોય તેવી પોલીસી બનાવાય છે. જૂની પેન્શન યોજના હોય કે, કોરોના દરમિયાન કર્મચારીઓના મોત થયા હોય તેમાં પણ સરકાર સંવેદનશીલ નથી. ઇન્કમટેક્સ વિભાગના પણ કેટલાક કર્મચારીઓ કોરોના કાળ દરમિયાન મોતને ભેટયા છે. તેમના પરિવારના લોકોને રહેમરાહે નોકરી મળવી જાેઈએ. પરંતુ, માત્ર ૫%ને જ નોકરી મળી છે. અન્ય મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી.HS