સુરત ઝોનના પાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર જંબુસર પાલિકાની મુલાકાતે
ભરૂચ: સુરત ઝોન ના નગર પાલિકાઓ ના પ્રાદેશિક કમિશ્નર આજરોજ ભરૂચ જીલ્લા ની જંબુસર નગર પાલિકા ની મુલાકાતે આવતા સત્તાધારીપક્ષ તથા વિપક્ષે વિવિધ મુદ્દે કમિશ્નર ને રજૂઆત કરી હોવાના તથા પ્રાદેશિક કમિશ્નર ની મુલાકાત દરમ્યાન જણાઈ આવેલ ક્ષતિઓ બાબતે મુખ્ય અધિકારી અને પ્રમુખ ને પગલાં ભરવા સૂચના આપી હતી. નગર પાલિકાઓ ના સુરત ઝોન ના પ્રાદેશિક કમિશ્નર ક્ષિપ્રા અગ્રે આજરોજ ભરૂચ જીલ્લા ની જંબુસર નાગર પાલિકા ની મુલાકાતે તેઓ ના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આવ્યા હતા.
પ્રાદેશિક કમિશ્નરે તેમની મુલાકાત દરમ્યાન સરકાર ની વિવિધ યોજનાઓ,પી.એમ.એ.વાય સ્વચ્છતા અભિયાન સંદર્ભે માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ પાલિકા ના અધિકારીઓ ને તથા કર્મચારીઓ ને આપી હતી.મુલાકાત ની જાણ નગરજનો ને થતા કેટલાક નગરજનો એ તેમના વિસ્તાર ની સમસ્યાઓ ની રજૂઆત કરી હતી.સત્તાધારી પક્ષ તથા વિપક્ષે પ્રાદેશિક કમિશ્નર સાથે મુલાકાત કરી નગર ના તથા પાલિકા ના વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી.
પ્રાદેશિક કમિશ્નર ક્ષિપ્રા અગ્રે એ પત્રકારો સાથે ની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે રેગ્યુલર રીવ્યુ મુલાકાતે આજે જંબુસર નગર પાલિકા ખાતે આવ્યા હતા અને વિવિધ યોજનાઓ તથા સ્વચ્છતા અભિયાન વિશે ચર્ચા હાથ ધારવામાં આવી હતી.
પાલિકા તરફ થી અમારી કચેરી કહતે જે રજૂઆતો છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.તેઓ એ વધુ માં જણાવ્યું હતું કે જંબુસર નગર પાલિકા ની મુલાકાત દરમ્યાન જે ક્ષતિઓ જણાઈ આવેલ છે તે બાબતે પગલાં ભરવા મુખ્ય અધિકારી તથા પ્રમુખ ને સૂચના આપવામાં આવેલ છે.