સુરત: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો

સુરત, સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કીર્તિની ધરપકડ કરી છે. પોલીસે કલમ ૩૦૭ના ગુનામાં કીર્તિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો.
અગાઉ પણ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો ઘુવડ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક સ્ટારને રૂપિયા ૧૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો ઉતારનાર યુવકને ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.