Western Times News

Gujarati News

સુરત ટ્રક અકસ્માત ઘટનાની તપાસ માટે FSLની ટીમ સુરત પહોંચી

પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકના સગાઓને 2 લાખ અને રાજ્ય સરકાર પણ મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાની બાંહેધરી આપી છે. 

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ ઉપર આર.સી.સી.ની બોક્સ  ડ્રેઇનની ફુટપાથ ઉપર સૂતેલા 20થી વધુ મજૂરો પર હાઇવા ટ્રકના ચાલકે ચડાવી દેતા એક બાળક સહિત 13 જણાના સ્થળ પર મોત નિપજ્યા હતા. જ્યારે  6 થી વધુ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ માટે એફ.એસ.એલ.ની ટીમ સુરત પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.

એક મજૂર પરિવારના પતિ પત્ની અને બે પુત્રીઓમાંથી પતિ પત્નિનું સ્થળ પર જ મોત નિપજતાં બે પુત્રીઓ અનાથ બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતના સમાચાર સાંભળી દુખ વ્યક્ત કર્યુ હતુ.

અને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકના સગાઓને 2 લાખ અને ઘાયલ થયેલાઓને 50000ની રકમ આપવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાની બાંહેધરી આપી છે.

Prime Minister Narendra Modi Twitted Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.

રાજસ્થાનના બાંસવાડાથી આવેલા અને સુરતમાં મજૂરી કરીને થાકીને સુતેલા મજૂરો પર ટ્રક ફરી વળતા એક બાળક સહિત 12 મજૂરો ના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે  6 થી વધુ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મંગળવારે વહેલી સવારના સમયે પોલીસે સ્થાનિક લોકોની મદદથી મરનારની લાશો દવાખાને લઈ જવાની તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માત સર્જી હાઇવા ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાથના કરી હતી.

હાઈવા ટ્રકના ચાલકે માંડવી તરફથી શેરડી ભરેલા ટ્રેક્ટર કીમ ચાર રસ્તા તરફ આવતું હતું.  તે જોતાં જ કાબુ ગુમાવ્યો હતો અને  ટ્રેકટર સાથે અથડાવી દીધી હતી. અને રોડ સાઇડ પર આવેલા આરસીસીની બોક્સ ડ્રેઇન ઉપર હાઈવા ટ્રક  ચડાવી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.