સુરત: પતિ સાથે ઝઘડો થતાં પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરત, શહેરમાં આપઘાતના ત્રણ બનાવ બન્યાં હતા. પરવતગામની પરિણીતા, વેસુના યુવક અને પાંડેસરાના યુવકે આપઘાત કરી લીધો હતો. પરવતગામમાં રહેતા કમલભાઈ સોનીની પત્ની સુમનબેને ઘરે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા પડોશના લોકો તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું એક દિવસની સારવાર બાદ શનિવારે બપોરના સમયે મોત નીપજ્યું હતું.સુમનબેન તેમના પતિ કમલભાઈ સાથે પુત્રીને વરાછામાં કોચિંગ ક્લાસ માટે જવા દેવા માટે કહી રહ્યા હતા. બંને વચ્ચે આ બાબતને લઈને બોલાચાલી થઈ હતી.જેને લીધે પત્નીએ આપઘાત કરી લીધો હતો.
વેસુમાં યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.કામ પર જતો ન હોવાથી માતા અવારનવાર કામ પર જવા માટે કહેતી હતી. યુવકને માઠુ લાગતા આપઘાત કરી લીધો હતો.વેસુમાં મનપા આવાસમાં રહેતા ૨૧ વર્ષીય મનોજભાઈ યશવંતભાઈ બ્રહ્મભટ્ટ ગેરેજની દુકાન મજુરી કામ કરતો હતો.
સવારના સમયે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મનોજની માતા કથા સાંભળવા ગઈ હોય ત્યારે વહેલી સવારે ઘરે આવતા પુત્રને લટકેલી હાલતમાં જાેયો હતો. મનોજ થોડાક દિવસથી કામ પર જતો ન હતો. માતા તેને અવારનવાર કામ પર જવાનું કહ્યા કરતી હતી. જે વાતનું મનોજને માઠું લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધું હતું.
પાંડેસરામાં શ્રમજીવી યુવકે અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો.મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ પાંડેસરામાં બાલાજીનગર સોસાયટીમાં રહેતા અનિલભાઈ દરગાહી હરિજન(૩૦) પોતાના ભાઈ સાથે રહેતો હતો. અનિલ ડાઇંનગ મિલમાં નોકરી કરી રહ્યો હતો.
અનિલભાઈએ શનિવારે બપોરના સમયે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અનિલભાઈ મોબાઈલ પણ રાખતા ન હતા.કયા કારણોસર પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી.HS3