સુરત પોલીસે સોનાના દાગીના પરત આપવાનું શરૂ કર્યુ પણ લોકો આવવા તૈયાર નથી
સુરત, સુરત પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. છેલ્લા પંદર વર્ષ દરમ્યાન કબજે લેવાયેલા સોનાના દાગીના તેના મૂૃળ માલિકોને પરત કરવાનું શરૂ કર્યુ છે. શહેરની ઉમરા પોલીસે છેલ્લા ૧પ વર્ષ દરમ્યાન ચોરી-ચેઈન સ્નેચિંગના ૮૧ ગુનેગારો પાસેથી ૧ કિલોથી વધારે સોનાના દાગીના કબજે કરી બેક લોકરમાં મુક્યા હતા.
શહેર પોલીસેે દાગીના પરત લેવા માટે માલિકોનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ હજુ સુધી માત્ર પાંચ જ માલિકો દાગીના પરત લેવા માટે આવ્યા હતા. પોલીસે આવા રપ લોકોને બોલાવ્યા હતા.
સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાૃ આરોપીઓ પકડાતા ઉમરા પોલીસે સમયાંતરની તપાસ દરમ્યાન મુદ્દામાલ રિવકર કર્યા હતા. જે અંદાજે એક કિલો જેટલો છે. પોલીસે કબજે લીધેલા દાગીના બેક લોકરમાં મુક્યા છે. પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન ઉમરા પીઆઈનું ધ્યાન બેક લોકરમાં મુકેલા રીકવર કરાયેલા મુદ્દામાલ પર ગયુ હતુ.
જેથી પીઆઈએ બધા દાગીના તેના માલિકને પરત આપવા માટેે લોકોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યુ હતુ. અને દાગીના મોટી સંખ્યામાં હોવાથી પોલીસે સંપર્ક કરી પરત આપવા માટે ઉત્સાહ પણ દાખવ્યો હતો. પણ લોકોએ દાગીના પરત લેવા માટે એટલો ઉત્સાહ દાખવ્યો નથી.
વર્ષ ર૦૦ર માં શહેરના એક કાપડના વેપારી કિશનભાઈના પત્નીની ૩ તોલાની ચેઈન લઈને સ્નેચર શહેરના ભટાર વિસ્તાર પાસેથી તોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપીને મુદ્દામાલ સાથે પકડાયો હતો. ઉમરા પોલીસે દાગીના લોકરમાં મુક્યા હતા. જેને લઈ જવા માટેે માલિકને બોલાવ્યા તો માલિક અને તેની પત્ની સોનાના ચોરાયેલ ચેઈન લેવા માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગયા હતા.
આ જ રીતે વર્ષ ર૦૦પમાં પણ શહેરના અન્ય એક કાપડના વેપારી નીતિનભાઈની પત્નીની રૂા.રપ હજારની કિંમતની સોનાની ચેઈન સ્નેચરો તોડીને ભાગ્યા હતા. આ કેસમાં આરોપી પકડાઈ ગયો હતો. પણ ચેઈનના માલિક ચેઈન મેળવવાની આશા છોડી દીધી હતી.
અચાનક જ આટલા બધા વર્ષે પોલીસે ફોન કરીને દાગીના લઈ જવા માટે કહેતા દાગીનાના માલિકોએ ખુશી વ્યક્ત કરી હતી. અને પોલીસનો આભાર માન્યો હતો. કોરોનાકાળમાં અચાનક જાણે કે સોનું મળવાથી લોટરી લાગી ગઈ હોય એવુૃં થયુે છે. જાે કે ઘણા લોકોએ હજુ સુધી પોલીસનો સંપર્ક સાધ્યો નથી. ઉમરા પોલીસ આવા લોકોને શોધીને તેઓના દાગીના પરત કરવા પ્રયાસો કરી રહી છે.