સુરત બાદ પાદરાના શિક્ષણ વિભાગમાં કોરોનાનો વિસ્ફોટ
પાદરા, ગુજરાતમાં કોરોના ફરી માથું ઉંચક્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. સુરતમાં એક કોલેજ અને બે સ્કૂલ ૧૪ દિવસ માટે બંધ કરાઈ છે. બર્ફીવાલા કોલેજમાં ૧૦ કેસ પોઝિટિવ આવ્યા છે. તો સાથે જ બે પ્રાથમિક સ્કૂલમાં ૨૦ કેસ પોઝિટિવ આવ્યા છે.
ત્યારે આ તરફ પાદરા તાલુકાની ૪ જેટલી પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલમાં કોરોનાનો કહેર જાેવા મળ્યો છે. મળતી વિગતો અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પાદરા તાલુકાની પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલમાં કેટલાક શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
સરસવણી ગામની સરસ્વતી હાઈસ્કૂલ અને લતીપુરા ગામની હાઈસ્કુલમાં પ્રિસિપાલને કોરોના થયો હોવાનુ જાણવા મળ્યુ છે. તો બીજી બાજુ પાદરા તાલુકાની કૂરાલ પ્રાથમિક શાળામાં ૧ ધોરીવગા ૨ વડદલા ૧ પાદરા જાનકી વલ્લભ શાળામાં ૧ શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોજિટિવ આવ્યા છે.
કુલ ચાર પ્રાથમિક શાળામાં પાચ શિક્ષકો કોરોના પોજિટિવ આવ્યા છે. તો બીજી બાજુ પાદરા તાલુકાની બે હાઈસ્કુલના પ્રિન્સિપાલનો કોરોના રિપોર્ટ પણ પોજિટિવ આવ્યો છે. અત્યાર સુધી પાદરાની ૭ શાળાઓમાં આચાર્ય-શિક્ષક વિદ્યાર્થીને કોરોના જાેવા મળ્યો છે. ગત ૧૯મી માર્ચે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.
૧૯ માર્ચ ૨૦૨૦માં રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસ નોંધાયા હતા. ગત ૧૯મી માર્ચે સાઉદી અરેબિયાથી રાજકોટ આવેલા ૩૨ વર્ષીય યુવક અને આ જ સમયે લંડનથી આવેલી ૨૧ વર્ષીય યુવતીનો કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨૪ કલાકમાં નવા ૭૭૫ કેસ નોંધાયા અને ૨ દર્દીઓનાં મૃત્યુ થયા છે.
જેમાં સુરતમાં સૌથી વધુ ૨૦૬ કેસ, અમદાવાદમાં ૧૮૭, વડોદરામાં ૮૪ અને રાજકોટમાં ૭૭ નવા કેસ નોંધાયા છે. પહેલીવાર એવું બન્યું છે કે, કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ છે. ત્યારે સુરતમાં લોકોને હોટલ-રેસ્ટોરન્ટમાં ભેગા ના થવા સુરત મનપા કમિશનરે અપીલ કરી છે. તો સાથે જ રેસ્ટોરન્ટ માલિકોને પાર્સલ સુવિધા આપવા વિનંતી કરાઈ છે.