Western Times News

Gujarati News

સુરત : બે યુવાનો પર જીવલેણ હુમલો કરીને આરોપી પલાયન

સુરત: સુરતનો લિંંબાયત વિસ્તાર ગુનાખોરીનું હબ બની ગયું છે ત્યારે અહીંયા સાંજ પડતાની સાથે હત્યા કે હત્યાના પ્રયાસની ઘટના બનતી હોય છે. ગતરોજ પણ અહીંયા એક યુવાન ગાળાગાળી કરતો હતો. તેને ઠપકો આપવા ગયેલા યુવાન પર આ ગાળાગાળી કરતા યુવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે અન્ય એક યુવાન છોડાવવા જતા તેના પર પણ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા કરી હતી જે બાદ આરોપી ભાગી છૂટ્યો હતો.

મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં લિંબાયત નીલગીરી રંગીલાનગર ૨ પ્લોટ નં.૬૫,૬૭માં રહેતો ૩૭ વર્ષીય સુરેશ હિંન્છલાલ મૌર્ય લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે. ગતસાંજે ૭.૩૦ વાગ્યાના અરસામાં સુરેશ તેના પાડોશી ઓમપ્રકાશ રાજારામ કોળી સાથે ઓટલા ઉપર બેસી વાત કરતો હતો. ત્યારે અગાઉ તેના ઘરની સામે રહેતો ગોપાલ સંજય પાટીલ તેના બે મિત્રો કમલેશ મહાજન અને જયેશ ઉર્ફે ગોલીયા સાથે ગાળાગાળી કરતો હતો. જેને લઈને ઓમપ્રકાશ તેને સમજાવવા ગયો હતો.

ગોપાલે ઓમપ્રકાશને ” તુ કેમ વચ્ચે બોલે છે” તેમ કહેતા જયેશ ઉર્ફે ગોલીયા તથા કમલેશે ઓમપ્રકાશને પાછળથી પકડી લઈ ગોપાલે તેની પાસે રહેલ ચપ્પુ બતાવ્યું હતું. જે બાદ ધમકીથી બોલ્યો કે, આજે તો તને મારી જ નાંખુ તેમ કહી પેટના ભાગે ચપ્પુ મારવા પ્રયાસ કર્યો હતો.
જોકે, ઓમપ્રકાશે તેનો જમણો પગ આડો કરી દેતા ચપ્પુ તેના ઘુંટણના પાછળના ભાગે આરપાર નીકળી જતા ગંભીર ઇજા થઈ હતી. આથી સુરેશ ઓમપ્રકાશને બચાવવા જતા જયેશ ઉર્ફે ગોલીયાએ ગોપાલના હાથમાંથી ચપ્પુ લઈ તેને પણ ડાબા પગના ભાગે મારતા ઇજા થઈ હતી. સુરેશ અને ઓમપ્રકાશે બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા ત્રણેય જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.