સુરત બોબી બાઈક રાઈડર ગૃપ દ્વારા ચનખલ ગામે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ખાતા ખોલાવ્યા
આહવાઃ કુદરતી સૌંદર્યને માણવા ડાંગ જિલ્લામાં સહેલાણીઓ વેકેશનમાં તેમજ રજાઓમાં આવે છે. અહીં નદી-નાળા વહેતા ઝરણા તેમજ જંગલોમાં પશુ-પંખીઓના કલરવ વચ્ચે કુદરતના ખોળે આનંદ લૂંટે છે. ડાંગની યાદગીરીના ભાગરૂપે અહીંના ચનખલ ગામે સુરત વરાછા વિસ્તારના બોબી બાઈક રાઇડર ગૃપે મુલાકાત લીધી હતી. ત્યારે પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા તેઓને ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક વિશેની જાણકારી પોસ્ટ માસ્તર શ્રી દિલીપ એ પટેલે આપી હતી. અને ગૃપના તમામ કુલ-૨૦ જેટલા સભ્યો આનંદિત થઇ આઈ.પી. પી.બી.માં પોતાના એકાઉન્ટ ખોલાવી તેઓનો પ્રવાસ યાદગાર બનાવ્યો હતો.
બોબી બાઇક રાઇડર ગૃપના રાકેશ વાધેલા,મયુર પટેલ,જતીન પટેલ,અક્ષય ચૌધરી,મહેશ ચૌધરી,અંકિત ચૌધરી,અરવિંદ રાઠોડે ડાંગની આ યાદગાર સંભારણું બનાવ્યું હતું.