Western Times News

Gujarati News

સુરત-ભરૂચની ૪ યુવતીઓ રોમાનિયા પહોંચતા હાશકારો

સુરત, યુક્રેન ખાતે ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિતના નાગરિકોને પરત લાવવા માટેના ચાલતા ઓપરેશન ગંગા અંતર્ગત કુલ ૧૨૩ જેટલા ગુજરાતીઓની વતન વાપસી થઈ છે. આ ઉપરાંત ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓને પણ પરત લાવવાની કામગીરી ચાલુ છે તે દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ૧૩૮૬ નાગરિકોની માહિતી હેલ્પલાઈન થકી મળી છે. ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનથી રોમાનિયા બોર્ડર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ત્યારે સુરત અને ભરૂચની ચાર દીકરીઓ રોમાનિયા બોર્ડર પર પહોંચતા પરિવારને હાશકારો થયો છે. પરિવારો દ્વારા ફસાયેલા લોકોને વહેલી તકે સરકાર પરત લાવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનથી રોમાનિયાની બોર્ડર પહોંચી સંપર્ક વિહોણી થયેલી સુરતની ત્રણ સહિત ચાર વિદ્યાર્થિનીઓનો સંપર્ક થતાં પરિવારના જીવમાં જીવ આવ્યો છે. પરંતુ એરપોર્ટ પર ૧૨૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પરત ફરવાની રાહ જાેઈ રહ્યા હોવાથી સરકાર વધુને વધુ ફ્લાઈટ મોકલી તેમને એરલિફ્ટ કરવામાં આવે તેવી માંગણી પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને આજે સાતમો દિવસ છે. દહેશત વચ્ચે હજી પણ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાથી વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા ત્યાં રહેતા ભારતીય નાગરિકો તતા વિદ્યાર્થી વતન પરત ફરવા માટે ટ્રેન કે બસ, વાહનની વ્યવસ્થા કરીને નજીકના દેશ પોલેન્ડ કે રોમાનિયા બોર્ડર પર પહોચી રહ્યા છે. જેમાં સુરતની ત્રણ તથા ભરૂચની એક મળીને ચાર વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર પર પહોંચતાં વાલીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

જાે કે, ફરીથી વિદ્યાર્થીઓનો ફોન આવતા વાલીઓને રાહત થઈ છે. ચારેય વિદ્યાર્થિનીઓ બોર્ડ ક્રોસ કરીને રોમાનિયા એરપોર્ટ પર પહોંચી ગઈ છે પરંતુ ત્યાં પણ જાેરદાર ભીડ હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, બીજી તરફ માતા-પિતા સંતાનોને સાંત્વના આપી રહ્યા છે તમને કશુ થવાનું નથી હિમત ના હારશો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.