Western Times News

Gujarati News

સુરત મહાનગરપાલિકા દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી

છેલ્લા બે  દિવસથી શહેરમાં પડી રહેલ વરસાદને કારણે શહેરના  વિવિધ  વિસ્તારોમાં પાણી ભરાવાના નિકાલ કે અન્ય આનુષાંગિક કામગીરી તાકીદે કરવા માટે મા. કમિશનરશ્રી તરફથી તમામ ઝોનના ઝોનલ ચીફશ્રીઓ, વિભાગીય વડાશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, ફાયર

વિભાગના તેમજ અન્ય  વિભાગના અધિકારીશ્રીઓ ને સુચના આપવામાં આવેલ છે જે મુજબ તમામ અધિકારી ઓ દ્વારા તેઓના  વિસ્તારમાં જરૂરી આવશ્યક કામગીરી સતત  કરવામાં આવી રહી છે. માન.કમિશનરશ્રી દ્વારા કરવામાં આવેલ કામગીરી પર સતત મોનિટરીંગ રાખવામાં આવી રહયું છે.

જે  વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હોય તેવા  વિસ્તારમાં પાણીનો તુરંત  નિકાલ થાય, જરૂરિયાત જણાયે લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવા સામાન્ય નાગરિકને વરસાદના કારણે કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટેના તમામ પ્રયાસો સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહયાં છે. શહેરમાં આવેલ તમામ ખાડીયોના વરસાદી પાણીના લેવલનું દર બે-બે કલાકે મોનિટરીંગ કરવામાં આવી રહયું છે.

સુરત શહેર તથા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સણિયા-હેમાદ, કુંભારીયા ગામ, મીઠી ખાડી, લસકાણા ખાડી, સીમાડા જંકશન, પાસોદરા ખાડી, ગજેરા સર્કલથી ઉત્કલનગર રોડ, પરવત ગામ, વેડ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ,  તિરૂપતી સર્કલ, સોસીયો સર્કલ વગેરે  વિસ્તારમાં જરૂરિયાત અનુસાર વરસાદી પાણીનો  નિકાલ કરવામાં આવેલ છે

તેમજ પાણીના  નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. સણીયા-હેમાદના  નિચાણવાળા  વિસ્તારમાં પાણીનો ભરાવો થયેલ આથી સારોલીના જુના હળપતિવાસ, સણિયા-હેમાદના બ્રાહણ ફળિયુ અને ખરી ફળિયાના લોકોને દૈનિક જીવન જરૂરિયાતમાં અગવડતા ન પડે તે ઘ્યાને લઇ

સારોલીમાં ૪૦૦ તથા સણિયા-હેમાદમાં ૮૦૦ એમ કુલ ૧ર૦૦ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે રસ્તાઓને નુકસાન થયેલ છે ત્યાં GSB વર્ક તથા પોટ હોલ્સ પુરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. શહેરમાં સ્ટ્રીટ લાઇટ રીપેરીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

હાલની વરસાદી પરિસ્થિતિને ઘ્યાને લઇ શહેરીજનોના દૈનિક જીવનમાં કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે તેમજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના તથા તમામ ઝોનના કંટ્રોલ રૂમ ખાતે પણ જરૂરી ફરીયાદ મળીયેથી લાગત ઝોન/વિભાગને જાણ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.