સુરત મ્યુનિ. કચેરીમાં કોરોનો વિસ્ફોટ, અનેક અધિકારી-કર્મચારીઓ સંક્રમિત
સુરત, મકર સંક્રાંતિના તહેવાર બાદ સુરત મ્યુનિ. કચેરીમાં વિસ્ફોટ થયો છે સુરત મ્યુનિ.ની સેક્રેટરી બ્રાંચમાં ૧૩ કર્મચારીઓ સાથે અનેક અધિકારીઓ પણ કોરોના પોઝીટીવ જાહેર થયાં છે.
સુરત મ્યુનિ.માં મહત્વની ગણાતી સેક્રેટરી બ્રાંચના એક સાથે ૧૩ કર્મચારીઓ પોઝીટીવ જાહેર થયાં છે. આ ઉપરાંત સુરત મ્યુનિ.ના એડીશનલ સીટી ઈજનેર કે. એચ. ખતવાણી, ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, ટીડીઓ મનીષ ડોક્ટર, આસી. કમિશ્નર ગાયત્રી જરીવાલા, કાર્યપાલક ઈજનેર રાજેશ જરીવાલા, બી.આર. ભટ્ટ, તેજસ પટેલ, મહેશ ચાવડા, ઈનચાર્જ કાર્યપાલક ઈજનેર મહેશ જય મલાની, નાયબ આરોગ્ય અધિકારી દુધવાલા, એ.આર.ઓ. આર.જે. કાયસ્થ, પી.ઓ. પારૃલ રાણા, એએલઓ જગતાપ એસ.ઓ? મૈસુરિયા સહિત અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે.
પાલિકાના જે અધિકારીઓને વિવિધ ઝોન કે વિભાગનો કાર્યભાર સોંપવામા આવ્યો છે તેઓ પોઝીટીવ આવતાં અન્યને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત સમાજની ક્રિકેટ ટુર્નમેન્ટમાં સક્રિય રહેતાં અને પાલિકાના સ્લમ અપગ્રેડેશન સમિતિના અધ્યક્ષ દિનેશ રાજપુરોહિત પણ આજે કોરોના પોઝીટીવ જાહેર થયાં છે. મોટા અધિકારીઓ અને નેતાઓ પોઝીટીવ જાહેર થતાં તેમની સાથે સંપર્કમાં આવતાં અનેક લોકો કોરોનાના ટેસ્ટ માટે દોડતાં થયાં છે.HS