સુરત શહેરમાં શ્વાનનો આતંક, ૧૦ બાળકો સહિત ૧૫ લોકોને કરડ્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/DOG-BITE.jpg)
FILE PHOTO
સુરત, સુરત શહેરમાં સતત શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરના સલાબતપુરા વિસ્તારમાં ૧૦ બાળક સહિત ૧૫ લોકોને શ્વાન કરડી જતા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બે દિવસ અગાઉ ભટાર વિસ્તારમાં પણ પણ શ્વાને છ થી સાત લોકોને શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા.
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલા ખવાજાનગરમાં આજે સવારના સમયે રખડતા સ્વાને ૧૦ નાના બાળકોને અને ૫ પુરુષોને મળી કુલ ૧૫ લોકોને કરડી જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતા, જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.
બે દિવસ પહેલા પણ ભટાર વિસ્તારની શુભમંગળ સોસાયટીમાં ૨૦થી વધુ લોકોને શ્વાન કરડી જતા તમામ લોકો સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આમ એક પછી એક સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફતે બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા થોડા સમય માટે માહોલ પણ તંગ બન્યો હતો. તમામ બાળકોને પગના ભાગે સ્વાદે બચકા ભર્યા હોવાને ઘટના જ સામે આવી હતી.
બે દિવસ અગાઉ વિસ્તારમાં પણ કેટલાક શ્વાને છ થી સાત લોકોને બચકા ભર્યા હતા, ત્યારે બીજી બાજુ સલાબદપુરા વિસ્તારમાં આજે જે ઘટના સામે આવી છે. ૭ થી ૮ બાળકોને બચકા ભર્યાનો જે કિસ્સો સામે આવતા તમામ બાળકોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં ફરી એક વખત શ્વાનનો આતંક સામે આવતા સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થઇ રહ્યાં છે.સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનના રસીકરણ અને ખસીકરણ માટેની જે કામગીરી કરવામાં આવે છે, પણ તેની સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.SS3KP