સુરત : સંબંધીએ ૧૫ વર્ષીય તરૂણીને ગર્ભવતી બનાવી
સુરત: શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ૧૫ વર્ષિય સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેથી સગીરાને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. જેમાં સગીરા ગર્ભવતિ હોવાનું માલૂમ થતાં તેના પર દુષ્કર્મ ગુજારનાર પારિવારિક સંબંધ ધરાવતા યુવક સામે પરિવારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં સતત હત્યા બાદ દુષ્કર્મની ફરિયાદો સામે આવી રહી છે,
એકલતાનો લાભ લઇ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો.
જેમાં સૌથી વધુ તરૂણી સાથે દુષ્કર્મ થઇ રહ્યા છે, ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ૧૫ વર્ષીય તરુણીને પારિવારિક સંબંધી પુખરાજસિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલ દ્વારા લગનની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. પરિવારના સભ્યોની ગેરહાજરીમાં પુખરાજ ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઇ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો. આ બાબતથી પરિવારના સભ્યો અજાણ હતા, પરંતુ સગીરાને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતા માતાને જાણ કરી હતી.
મેડિકલ ચેકઅપમાં સગીરાને બે માસનું ગર્ભ હોવાનું સામે આવતાં પરિવારજનો ચોંકી ગયા હતા.
જેથી તબીબી તપાસ માટે સગીરાને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જયાં મેડિકલ ચેકઅપમાં સગીરાને બે માસનું ગર્ભ હોવાનું સામે આવતાં પરિવારજનો ચોંકી ગયા હતા. તબીબો દ્વારા આ મામલે તરુણીના પરિવારને જાણકારી આપી હતી, જેને લઈને પરિવારે તરૂણીની પૂછપરછ કરતા પુખરાજસિંહનું નામ આપ્યું હતું. પુખરાજસિંહ પરિવારજનોની ગેરહાજરીમાં ઘરે આવીને શું કરતો તે સમગ્ર હકીકત સગીરાએ પરિવારજનોને કહી હતી. જેથી પરિવારના સભ્યોએ પુખરાજસિંહને પૂછતા તેણે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી.
૧૫ વર્ષિય તરૂણીને લગ્નની લાલચ આપી એક વ્યક્તિ ભગાડી ગયો હતો,
જેને પગલે સગીરાની માતાએ પુખરાજસિંહ વિરૂધ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આજથી ચાર વર્ષ પહેલા આજ રીતે એક ૧૫ વર્ષિય તરૂણીને લગ્નની લાલચ આપી એક વ્યક્તિ ભગાડી ગયો હતો, અને અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે માતા-પિતા દ્વારા ફરિયાદ બાદ પોલીસે બંનેને શોધી કાઢી હતા અને આરોપીને જેલ ભેગો કર્યો હતો. આ મામલે ગઈકાલે જ કોર્ટે ચૂકાદો આપ્યો હતો, જેમાં આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે.