સુરત સહિત દ.ગુજરાતના ઘણા ક્ષેત્રમાં ભૂકંપના આંચકા
ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભરૂચથી ૩૬ કિલોમીટર દૂર નોંધાયું, બપોરે ૩.૩૯ વાગે ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
સુરત, દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપનો આંચકો અનુભવાતા સુરતમાં લોકો ઘર-ઓફિસની બહાર નીકળી ગયા હતા. અહીં નોંધનીય છે કે આજે ૪.૨ મેગ્નિટ્યૂડનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જે ૨૧.૫૫ લેટ્ટીટ્યૂડ અને ૭૩.૧૫ લોન્જિટ્યૂડમાં નોંધાયો હતો. આજે બપોરે ૩.૩૯ કલાકે આવેલા આ ભૂકંપના આંચકાની ડેપ્થ ૧૦ કિલોમીટર હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આજે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો છે કે જેનું કેન્દ્રબિંદુ ભરૂચથી ૩૬ કિલોમીટર દૂર નોંધાયું છે. આજે બપોરે ૩.૩૯ કલાકે હળવો ભૂકંપ અનુભવાયો છે. સુરત અને ભરૂચની સાથે-સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
હાલોલમાં ૩ સેકન્ડ સુધી ધરાધ્રૂજી જ્યારે પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જ્યારે ભરૂચમાં પણ લોકોએ ૨થી ૩ સેકન્ડ સુધી આંચકાનો અનુભવ કર્યો હતો. અચાનક આવેલા ભૂકંપના આચંકાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ૪.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી ૩૬ કિલોમીટર દૂર નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું છે. હાલ જાનહાનિના કોઇ સમાચાર નથી.SSS