સુરત સિવિલમાં ઓક્સિજન ખુટી પડતા અનેક ૧૦૮ પરત
૧૦૮માં આવતા દર્દીઓને મુખ્ય ગેટ પરથી પરત કરી દેવાતા દર્દી-દર્દીનાં સંબંધીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા
સુરત, સુરતમાં કોરોનાની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. તેવામાં ઑક્સીજનની કમીને લઈ આથી સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર માટે દર્દીઓ લેવાના બંધ કરવામાં આવ્યા છે. ૧૦૮ માં આવતા દર્દીઓને મુખ્ય ગેટ ઉપરથી પરત કરવામાં આવી રહ્યા છે જેને લઇ દર્દી અને દર્દીનાં સંબંધીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. સાથે જ તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
સુરતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી ગઈ છે, ત્યારે ઓક્સિજનની કમીને લઈ સુરતની સરકારી હૉસ્પિટલોને કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી.
છેલ્લા બે દિવસથી સિવિલ હૉસ્પિટલનો મુખ્ય ગેટ દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ઑક્સીજનની કમી થતા આજ રોજ સિવિલ હૉસ્પિટલના પાછળના ભાગમાં આવેલ કોવીડ હૉસ્પિટલ ખાતે મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલમાં જ તૈયાર કરવામાં આવેલી કિડની હોસ્પિટલ ખાતેના ગેટ ઉપર સિક્યુરિટી મુકી દેવામાં આવી છે.
આ ગેટ પરથી સામાન્ય લોકોને એન્ટ્રી આપવામાં આવે છે પણ ૧૦૮માં કોર્પોરેટ દર્દીઓને આપવામાં આવતી નથી. ૧૦૮નાં કર્મચારીઓ કોઇ દર્દીને લઇને આવે છે ત્યારે ગેટ પર રોકવામાં આવે છે. આ સ્થિતિમાં ૧૦૮ંના કર્મચારીઓ સાથે કોરોનાના દર્દી અને તેમના સંબંધીઓ સતત હેરાન પરેશાન થઇ ગયા છે કારણકે દર્દીની હાલત ગંભીર હોવા સાથે તેમની એન્ટ્રીના આપતા તેઓ એક પછી એક હૉસ્પિટલ ફરી રહ્યા છે.
ત્યારે આ કપરી પરિસ્થિતિમાં દર્દીઓ સાથે ૧૦૮ના કર્મચારીઓ પણ સતત મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે ઑક્સીજનની કમીને લઈ સરકારી હૉસ્પિટલ કરતાં વધુ બદતર હાલત ખાનગી હૉસ્પિટલની થઈ છે ત્યારે હવે સુરતમાં કોરોનાના દર્દીઓ ભગવાન ભરોસે જાેવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમા આ પરિસ્થિતિ સામે શું ર્નિણય લેવાય છે તે જાેવું રહ્ય.