સુરત સિવિલ અને સ્મિમેરમાં પોલીસે 383 પીધેલાઓના મેડિકલ ટેસ્ટ કરાવ્યા
થર્ટી ફ્સ્ટની નાઈટમાં દારૂના નશામાં છાટ્કા બનેલા ૩૮૩ ઝડપાયા-નવુ વર્ષ લોકઅપમાં ઉજવાયું
સુરત, થર્ટી ફ્સ્ટની નાઈટમાં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દારૂના નશામાં છાટકા બનીને નવા વર્ષની ઉજવણી કરવા નિકળેલા ૩૮૩ દારૂ પીધેલાને પોલીસે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે પીધેલાઓનું નવા વર્ષની શરુઆત પોલીસ લોકઅપથી શરુ થઈ હતી.
સુરતમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે થર્ટી ફ્સ્ટની જાહેરમાં ઉજવણી થઈ ન હતી. જાકે લોકોઍ પોતાના ઘરમાં પરિવાર સાથે ઉજવણી કરી હતી. પરંતુ દરવર્ષે જેમ આ વર્ષે પણ પોલીસે થર્ટી ફસ્ટની નાઈટમાં દારૂ પીïને ફરતા લોકોને ઝડપી પાડવા માટે રોડ પર પેટ્રોલીંગમાં હતી.
જાકે આ વખતે કોરોના કહેર અને પોલીસની બાજ નજરના કારણે કોઈ ફાર્મ હાઉસ કે હોટલમાં થર્ટી ફ્સ્ટ ઉજવણીની કોઈ પાર્ટી થઈ ન હતી. પરંતુ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દારૂ પીને ફરતા ૩૮૩ જેટલા દારૂડીયાઓને ઝડપી પાડી તેમનુ નવુ વર્ષ લોકઅપમાં કાઢ્યું હતુ.
સુત્રોના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં પોલીસ દ્વારા ૧૭૫ જેટલા પીધેલાઓને મેડિકલ માટે લાવ્યા હતા જયારે સ્મીમેર હોસ્પિટલમાં ૨૦૮ લોકોને ખસેડ્યા હતા. પોલીસે દારૂ પીધેલા ઝડપાયેલા તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરતા તેમનુ નવુ વર્ષ લોકઅપમાં ઉજવાયું હતુ.