સુરત સિવિલ હોસ્પિટલમાં ૨ શંકાસ્પદ દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ
સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં ૨ શંકાસ્પદ દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા અને સેમ્પલો રિપોર્ટ માટે અમદાવાદ મોકલ્યા હતાં. જોકે, બંને પૈકી એક મહિલાનો સ્વાઇ ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. અત્યાર સુધીમાં સુરતના ૮ શંકાસ્પદ અને જિલ્લામાં ૨ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા.
જોકે, તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાંદેરની મહિલા ચીનથી કોમ્બોડિયા થઇ સુરત આવી હતી. ત્યારબાદ શરદી-તાવના લક્ષણો જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મહિધરપુરામાં રહેતા ૫૬ વર્ષના આધેડને સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં અને તેમનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક વર્ષ પછી સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂના બે વ્યકિતના રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે. ૨૦૧૮માં સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવેલા ૫૧૨ દર્દી પૈકી ૧૧ વ્યક્તિના મોત થયા હતાં. જ્યારે ૨૦૧૯માં સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ નોંધાયો ન હતો. સુરતમાં તંત્ર કોરોનામાં વ્યસ્ત છે ત્યારે સ્વાઇન ફ્લૂ દેખાતા તંત્રની દોડધામ વધી ગઇ છે.