સુરાના પહાડીયા નજીક કોઝવે પર પાણી ફરી વળતા ૭ ગામ સંપર્ક વિહોણા
(તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)
(પ્રતિનિધિ) બાયડ, માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓએ અને પ્રજાજનોએ માલપુર ગામમાં ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી.
માલપુરના સુરાના પહાડીયા ગામે અને ઉપરવાસમાં વરસાદ પડતા સુરાના પહાડીયા નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ૭ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા આમ જનતા ને માલપુર-મોડાસા કામકાજ માટે જવું હોય વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે જવું હોય કે બીમાર દર્દીઓ ને પોતાના ઈલાજ માટે જવું હોય તો તે જઈ શકતા નથી ક્રોઝવે પર ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે આ વિસ્તાર માં છેલ્લા ૨૦ વર્ષ થી પુલ ના હોવાના કારણે ચોમાસા માં આજ પરિસ્થિતિ પેદા થાય છે અને પ્રજાજનો તેના ભોગ બનતા હોય છે આસપાસ ના અસરગ્રત ગ્રામજનો એ અનેક વખત તંત્ર માં રજુઆત પણ કરી છે પરંતુ તંત્ર આ ગ્રામજનો ની રજુઆત ધ્યાને લેતું નથી ત્યારે તંત્ર આ સમસ્યા નો કાયમી ઉકેલ માટે પુલ બનાવે તેવી માંગ પ્રબળ બની છે.*