Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરના ઘ્રાંગધ્રાના વરાણા ગામ પાસે બે તલાટી સહિત ત્રણ લોકો તણાયા

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેરઠેર તળાવ ડેમ નદી નાળાં છલકાયા છે જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી થઇ છે. દરમિયાન જુદીજુદી ઘટનામાં ચાર વ્યક્તિઓ તણાવાના બનાવો બન્યા છે જેમાં ધ્રાંગધ્રાના બે તલાટીનો સમાવેશ થાય છે વણા ગામ પાસે ઇકોકાર પાણીમાં તણાતા તલાટી સહિતના ત્રણ વ્યક્તિઓ પાણીના વહેણમાં તણાયા હતાં જેમને ગ્રામજનોએ દોરડા નાખીને રેસ્કયુ કર્યા હતાં.

પાટદી અને દશાડા પણ પાણી પાણી થઇ ગયા છે દરમિયાન ઝઝરી પાસે પાણી જાેવા ગયેલો એક યુવક તણાયો હતો યુવકને રેસ્કયુની જાણ થતાં જ ધતારાસભ્ય નૌશાદ સૌલંકી દોડી ગયા હતાં અને તેમણે તંત્ર નિષ્ફળ ગયું હોવાનો આરોપ કર્યો હતો તેમના મતે તંત્રની નિષ્કિયતાના કારણે જિલ્લામાં તાકાડી સર્જાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. વઢવાણ તાલુકામાં પણ ભારે વરસાદને કારણે વઢવાણના કટુડા ગામનું તળાવ ફાટયુ હતું. સુરેન્દ્રનગર માલવણ હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો વરસાદના પાણીના કારણે બાકળથળી ગામનો હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું છે

ચોટીલામાં આકાશી આફત વરસી હતી ચોટીલામાં વરસેલા અવિરત વરસાદના કારણે ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થયો છે ચોટીલાના મેવાસા ભિમગઢ ડોસલી ધુના પીપળીયા ખેરાના ગામ સંપર્ક વિહોણા ગામડાનાને જાેડતા રસ્તાઓ પર નદીઓ ગાંડીતુર બની છે. સુરેન્દ્રનદરના વઢવાણમં રેલવે ટ્રેક ધોવાયો જેવી સ્થિતિ સર્જાઇ છે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે નાયકા ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા છે નાયકા ડેમના ૧૦ દરવાજા ૪ ફુટ સુધી ખોલતા પાણીનો ફલો ધોળીધજા ડેમં તરફ રવાના થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.