Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરના લખતરમાં તળાવ ફાટયું,લોકોના ઘર ખેતરોમાં પાણી

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લખતર અને આદલસરમાં ગત આખી રાત વરસાદ પડતાં આફતની સ્થિતિ આવી ગઇ છે લખતરમાં આશરે સાડા આઠ ઇચ વરસાદ ખાબકયો છે લખતરના જેવળીયા ગામમાં તળવા ફાટતા ગામના પરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે પરા વિસ્તારમાં ૫૦થી વધુ પરિવાર રહેતા હોવાથી હાલમાં હાલાકીનો સામનો કરી રહ્યાં છે  સુત્રોના જણાવ્યા અનુસાર દેવળીયા ગામના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે લોકો ઘરનો સામાન બચાવવા હાલમાં સ્થળાંતર કરી રહ્યાં છે અને બનતી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે.હાલમાં તંત્ર તરફથી કોઇ મદદ મળી નથી પણ વરસાદ બંધ થતા પાણી ઓસરવાનું શરૂ થયું છે આથી તંત્ર તરફથી મદદ મળવાની શરૂ થશે તેમ જણાવવામાં આવ્યું છે.સ્થાનિક લોકોએ સાથે મળી તળાવની પાળ બાધવાની શરૂઆત કરી છે જેથી કરીને વધુ નુકસાન ન થાય.

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નવ ઇચ વરસાદ થયો છે આ સાથે રાજયમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરમાં નોંધાયો છે લખતર તાલુકાના સદાદ તલસાણા સરખડીયા ગામો સંપર્ક વિહોણા થઇ ગયા હતાં નદીના પાણીને કોજવેના રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કરેલા ગામ પણ સંપર્ક વિહોણું બન્યુ છે.સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ડેમ ઓવરફલો થયા છે ધોળી ધજા વાંસલ ત્રિવેણી ઠંગા સહિત અનેક જળશયો છલોછલ ભરાઇ ગયા છે.તંત્ર દ્વારા ભડીયાદ જાેરાવરનગર રતનપર મેમકા સંકળી નાના કેરાળા શીયાણી ગામને એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના પગલે ચોટીલા તાલુકામાં મેધમહેર જાેવા મળી હતી આમ ભારે વરસાદથી ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થયો હતો ત્રિવેણી ઠાંગા ડેમ સતત ત્રીજી વખત ઓવરફલો થયો છે આ સાથે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.