સુરેન્દ્રનગરના લીંબડીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં બંધ મકાનમાં તસ્કરોની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. ખારોવાસ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોર એટલા રીઢા હતા કે આંખના ઝબકારામાં તો તેઓ લાખો રુપિયાની કિંમતના ઘરેણા અને રોકડ લઇને ફરાર થઇ ગયા હતા.ઘટના કઇક એવી છે કે લીંબડીમાં બંધ મકાનમાં તસ્કરો ઘૂસ્યા હતા. cctvમાં જોવા મળી રહ્યુ છે કે તસ્કરો લોખંડની ગ્રી લગાવેલી દિવાલ પરથી કુદીને તસ્કરો ઘરમાં ઘુસી જાય છે. ચોરી ઘટના બાદ તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૨.૫૦ લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનિં સામે આવ્યું છે. પોલીસે cctv ના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.ss1