સુરેન્દ્રનગરના સાયલામાં એક સાધુએ અન્ય સાધુની હત્યા કરી
સુરેન્દ્રનગર: સંયમી જીવન જીવતા અને ક્રોધ, લાલચ, મોહ-માયા વગેરે જેવા ગુણોથી પોતાને દુર રાખી શકે તેવા વ્યક્તિઓ સાધુ કે સંત તરીકે હિન્દુ સમાજમાં પુજાતા હોય છે, જાેકે તે જમાનો ઓર હતો હવે ઘણા સાધુઓ માત્ર ભગવો ધારણ કરી ડોળ કરતાં હોઈ ઘણા લોકો તેમના આવા વેશને કારણે છેતરાયાના કેટલાય ઉદાહરણો છે જેને કારણે અન્ય સત્ય અને અહિંસામાં માનનારા સાધુઓ પર કાદવ ઉછળતો રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાં એક સાધુએ અન્ય સાધુની હત્યા કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકાના બ્રહ્મપુરી નજીક વણકી ગામના પાટીયા પાસે ભવાની શંકરગીરી બાપૂનો નાગેશ્વર આશ્રમ આવેલ છે. આ આશ્રમમાં ધર્મેન્દ્રગીરી બાપૂ, ભવાનીશંકરગીરી બાપૂ, રાજકોટના આશીષભાઈ ચીમનભાઈ શંખલીયા અને સીતારામ રામજી નામનો શખ્સ બધા બેઠા હતા અને રામગીરી બાપૂ જમીને વનકુટીરમાં સુવા માટે ગયા હતા તે વખતે આશ્રમના સાધુ ભવાની શંકરગીરી બાપૂએ સીતારામ રામજીને જાવ બધા માટે જમવાનું કાઢો અને પાણી ભરો તેમ કહેતા સીતારામ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ભવાનીશંકરગીરી બાપૂને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.
આથી બાપૂએ ગાળો બોલવાની ના પાડતા સીતારામ રામજીએ આશનની બાજુમાં પડેલો લાકડાનો ધોકો લઈ ભવાની શંકરગીરી બાપૂ ને માથામાં બે-ત્રણ ઘા મારતા ભવાનીશંકરગીરી બાપૂ બેભાન થઈ ઢળીક પડયા હતા વચ્ચે પડેલા ધર્મેન્દ્રગીરીબાપુ અને આશીષને પણ તેણે માર માર્યો હતો આ હુમલામાં શંકરગીરી લોહીલુહાણ થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ફરાર સીતારામને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
આ અંગે આશીષ ચીમનભાઈ શેખળીયા એ સાયલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાક પોલીસે આ.પી.સી. ૩૦૨,૩૮૫,૩૨૪,૫૦૪,૫૦૬ તેમજ જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી સફેદ કલરનો ઝભ્ભો અને સફેદ કલરની ધોતી પહેરેલા લાંબી દાઢી અને લાંબા વાળ વાળા સીતારામક (રામજી)ને જડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.