સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ દ્વારા આધુનિક કોવિડ સેન્ટર ચાલુ કરાયું
પેશન્ટ મોનિટરીંગ માટે ડીજીટલ સિસ્ટમઃ ૧૦૦થી વધુ દર્દીઓને સાજા કરી રજા અપાઈ
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર સરદાર પટેલ સ્કુલ ખાતે પાટીદાર સમાજ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયુ છે. જેમાં આર્મી અને લોકલ આર્મીના પરિવારજનોને પણ સારવાર અપાઈ રહી છે. સારવાર લઈને અનેક દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.
સરદાર પટેલ સ્કુલ ખાતે પાટીદાર સમાજ દ્વારા પેશન્ટ મોનિટરીંગ ડીજીટલ સિસ્ટમ સાથે રહેવા જમવાની સુવિધા પણ કરાઈ છે. સૌથી વધુ ૧૦૦ દર્દીઓને સારવાર કરી રજા અપાઈ છે. આર્મી અને એક્સ આર્મીના પરિવારજનોને પણ આ સેન્ટરમાં રાહતદરે સારવાર ચાલુ કરાઈ છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજે ન્યુ એસપી સ્કુલ ખાતે કોવિડ સેન્ટર ઉભુ કર્યુ છે. જેમાં હિતેષભાઈ નાયકપરા, આકાશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ આરોજાેલિયા સહિતની યુવા ટીમ વ્યવસ્થા માટે દોડધામ કરી રહી છે. ઉમિયા મંદિરના આર.જી.પટેલ, જેરામભાઈ, ડો.વિમલભાઈ ઉપેનભાઈ પટેલ, ભાવેશભાઈ સચિનભાઈ, ચંદ્રેશભાઈ દ્વારા ઓક્સિજન, મેડીકલ ટીમ રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ કોવિડ સેન્ટરમાં મેડીકલ ટીમે દરેક બેડ પર વારંવાર ન જવુ પડે એ માટે પેશન્ટ મોનિટરીૃંગ ડીજીટલ સિસ્ટમ ગોઠવાઈ છે. જમાં દર્દીના તમામ રીપોર્ટ, કોમ્પ્યુટર પર દેખાય છે. આ કોવિડ સેન્ટરમાં લેઉવા પટેલ બોર્ડીંગ દ્વારા ટીફીન સેવા અને ખાખરીયા સમાજ લીંબુ શરબતની સેવા આપે છે. પાટીદાર આગેવાન બજરંગ પટેલે જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા દર્દીઓને કોરોનાથી મુક્ત કરી સાજા કરવામાં આવ્યા છે.