સુરેન્દ્રનગરમાં હવે એમ્બ્યુલન્સને એક્સિડન્ટ થતા ૨ લોકોના મોત
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો થતાં અનેક જિંદગીઓ મોતમાં હોય છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ માલવણ હાઇવે ઉપર અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે અકસ્માતના પગલે વિરમગામ માલવણ હાઇવે ઉપર અનેક લોકોના મોત નિપજ્યા છે.
આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામ માલવણ હાઇવે ઉપર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં કોરોનાના દર્દીઓને કચ્છથી લઇ જતી એમ્બ્યુલન્સ અને માલવણ પાસે અકસ્માત નડ્યો છે ત્યારે માલવણ પાસે બંધ પડેલ ટ્રક પાછળ એમ્બ્યુલન્સ પહોંચી જતા ઘટના સ્થળેજ બેના મોત નીપજ્યા છે, જયારે બે લોકો નો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના માલવણ વિરમગામ હાઈવે ઉપર નાના-મોટા રોજ અકસ્માત સર્જાતા હોય છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતે બે લોકોના જીવ લીધા છે.
સૂત્રો પાસે થી મળતી વિગત અનુસાર, કોરોનાના દર્દીને વધુ સારવાર માટે ભુજથી અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સને માલવણ વિરમગામ પાસે નડેલા અકસ્માતમાં બે ના જીવ ગયા હતા, જેમાં ભુજના મોહમ્મદી ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માલવણ વિરમગામની વચ્ચે વડગામ ગામ પાસે રસ્તા ઉપર ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં ભુજના બે યુવાનો ચાલક ધવલ વિનય જાેશી, કંપાઉન્ડર શહેજાદ અનવર સમાના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે દર્દી અને તેમાં પરિવારજન એ બંનેનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માતના પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચેલા લોકોને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પોલીસ પણ દોડી ગઇ હતી ત્યારે હાલમાં પોલીસ દ્વારા આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે બચેલા લોકો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ કે, આ દરમિયાન માલવણ વિરમગામ હાઈવે ઉપર અકસ્માતના પગલે છેલ્લા છ માસમાં ૩૨ જીંદગીઓ મોતનાં હોય છે.