સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોમાં કંડક્ટરના અભાવે વધુ ૧૮ ટ્રીપ બંધ કરાતા મુસાફરો રઝળ્યાં
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની સતત બેદરકારી સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની અવારનવાર ગામડામાં તથા અન્ય જિલ્લાઓમાં જતી એસટી બસો બંધ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
ત્યારે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોનુ તંત્ર ખાડે ગયું હોય તેવી ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કંડકટરના અભાવે મુખ્ય એસ.ટી.ડેપોમાં ૧૮ ટ્રીપની બસો બંધ કરી નાખવામાં આવી છે. આથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા એસ.ટી.ડેપોમાં મશીન બંધ હોવાના પગલે અનેક રૂટની બસો બંધ હતી. ત્યારે હવે મશીનો શરૂ છે, ત્યારે કંડકટરના અભાવે ૧૮ રૂટોની બસો બંધ કરવામાં આવી છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકો સુધી બસ સ્ટેન્ડમાં રાહ જાેયા બાદ પણ બસો આવી રહી નથી. જેને લઇને મુસાફરોમાં પણ એક પ્રકારે રોષ જાેવા મળી રહ્યો છે.
આજે વહેલી સવારથી કંડકટરના અભાવે ૧૮ એસ.ટી.બસોની ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે. હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ અને ગ્રામીણ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરી રહ્યાં છે, તેવી બસો બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં જ શાળા કોલેજાે અને નવા શિક્ષણ સત્રનો પ્રારંભ થયો છે.
ત્યારે એક સાથે ૧૮ એસ.ટી.બસોની ટ્રીપો બંધ કરી દેવામાં આવતા મોટા ખાનગી વાહનોમાં ભાડા આપી અને વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર ખાતે શિક્ષણ મેળવવા આવી પડતું હોવાની નોબત પણ સર્જાઈ છે.ત્યારે કંડકટરની ભરતી બહાર પાડ્યા અને ત્રણ વર્ષ થઈ ગયા અને પરીક્ષા લીધેલાને પણ ૬ મહિના થઈ ગયા. તેમ છતાં હજુ સુધી મેરીટ લિસ્ટ અને પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી.
નવા કન્ડકટરોની નિમણૂંક પણ આપવામાં આવી નથી. તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા એસટી ડેપોમાં ૪૦ જેટલા કર્મચારીઓની ઘટ જાેવા મળી રહી છે. તો અમુક જૂના આજે કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તે સતત રીટાયર થઇ રહ્યા છે. તેને લઈને આ ઘટના સતત વધતી જઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા એસ.ટી તંત્ર દ્વારા તાત્કાલિક પરિણામો જાહેર કરી અને નવા એસટી કર્મચારીઓ અને કન્ડકટરોની નિમણૂંક આપવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં કન્ડકટરના અભાવે અનેક રૂટોની ટ્રીપ બંધ કરી નાખવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા એસ.ટી તંત્ર સતત નફો કરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.પરંતુ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં અવાર-નવાર કોઈ કારણોસર અચાનક જ ટ્રિપ બંધ કરી દેવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠી છે. ત્યારે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં ગ્રામીણ વિસ્તારમાં જતી અંદાજિત ૧૮ રૂટની બસો બંધ કરી નાખવામાં આવી છે. ત્યારે તાજેતરમાં ધોરણ એકથી નવના વર્ગો શરૂ થયા છે. ત્યારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ઊંચા ભાડા ચૂકવી અને અપડાઉન કરવા માટે મજબૂર બનવું પડ્યું છે.HS