સુરેન્દ્રનગર જિલ્લામાં 539 તેમજ સાબરકાંઠા જિલ્લામાં 1138 ઘર વપરાશના વીજ જોડાણ અપાયા : સૌરભભાઈ પટેલ
રાજ્યના ઉર્જા વિભાગ દ્રારા ‘ખાસ અંગભૂત’ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સુરેન્દ્રનગર જિલ્લામાં 539 તેમજ સાબરકાંઠા જિલ્લામાં 1138 ઘર વપરાશના વીજ જોડાણ આપવામાં આવ્યા છે. જે માટે બંને જિલ્લામાં કુલ રૂ. 86 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે એમ વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું
મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ અરજી પડતર નથી. આ યોજના હેઠળ અપાતા વીજ જોડાણ સપ્લાય ગ્રુપના તમામ માપદંડો ચકાસીને જ આપવામાં આવે છે. જ્યારે જયોતીગ્રામ યોજના એ ગામતળમાં ઘરના વીજ જોડાણ આપતી યોજના છે. આમ છતા પણ ગામતળ સિવાય 15-20 ઘરનું જૂથ અન્ય કોઈ જગ્યાએ વસવાટ કરતું હોય તો યોગ્ય અધિકારી દ્વારા તેની તપાસ કરીને જયોતીગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી આપવા વીજ જોડાણ આપવામાં આવે છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પૂરક પ્રશ્નનો જવાબ આપતા ઉર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.