Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર જીલ્લામાં ઠંડીએ જાેર પકડ્યું , હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

પ્રતિકાત્મક

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જાેર પકડ્યું છે તેવા સંજાેગોમાં જિલ્લાના તાપમાન ઘટાડો જાેવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડી પડતાં જનજીવન ખોરવાઈ જવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની બજારો વહેલી સવારથી ઠંડીના કારણે સવારે ૧૨ બાદ ખુલી છે અને સુમસામ નજરે પડી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં સરેરાશ તાપમાન ૧૭ ડિગ્રી જેટલું નોંધાવા પામ્યો છે અને ઠંડોગાર શહેરી વિસ્તાર બની જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ રાત્રિમાં ૬ ડિગ્રી જેટલું તાપમાન નીચે આવ્યું છે જેને લઇને સમગ્ર પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળવા પામ્યું છે તેવા સંજાેગોમાં જનજીવન પર અસર થવા પામી છે. પશુ-પક્ષીઓને પણ અસર જાેવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન લોકોને તાપણા નો સહારો લઇ અને ઠંડીથી બચવાના પ્રયાસ હાથ ધરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ફરી એક વખત ઠંડીના ચમકારાએ જાેર પકડતાં લોકોને ઘરમાં રહેવાની નોબત સર્જાઇ છે તેવા સંજાેગોમાં શિયાળુ પાકને ફાયદો થવાની શક્યતાઓ પણ ઠંડી એ જાેર પકડતા દેખાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન સતત ઘટી રહ્યું છે ત્યારે આ તાપમાન એક જ રાત્રિમાં ઠંડીથી ગગડ્યો છે અને વહેલી સવારથી લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે.તેવા સંજાેગોમાં બહાર ઝાકળ વર્ષા પણ સુરેન્દ્રનગર પંથકમાં નજરે પડી છે વહેલી સવારથી રોડ રસ્તા ઉપર પણ ઝાકળ જાેવા મળી રહી છે જેને લઇને ચોક્કસપણે શિયાળુ પાકને નુકસાન થશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે આ વર્ષે ઠંડી જરૂરથી મોડી શરૂ થઇ છે પરંતુ સારી ઠંડી અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ખેડૂતોમાં પણ એક પ્રકારે આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દિવસોમાં હજુ પણ વધુ ઠંડીનો ચમકારો જાેવા મળશે જાન્યુઆરી માસમાં સૌથી વધુ ઠંડી નો અહેસાસ લોકો કરી શકે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલનું તાપમાન પણ સુરેન્દ્રનગર જીલ્લાનું ૧૭ ડિગ્રી જેટલું નોંધાવા પામ્યું છે. જેને લઈને હાલમાં જિલ્લો ઠંડોગાર બની જવા પામ્યો છે ત્યારે આગામી જાન્યુઆરી માસમાં વધુ ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે તિબેટીયન માર્કેટ ભરાય છે અને તેમાં ગરમ કપડાનું વેચાણ કરવા માટે અન્ય રાજ્યોમાંથી લોકો આવતા હોય છે તેવા સંજાેગોમાં આ વર્ષે ગરમ કપડાંની ખરીદી માં ભાવ વધારો જાેવા મળ્યો છે પરંતુ ગત રાત્રે ઠંડીનો ચમકારો બતાવતા હાલમાં તિબેટીયન માર્કેટ માં પણ લોકોનો ધસારો જાેવા મળી રહ્યો છે અને ગરમ કપડાની ખરીદીમાં તેજી જાેવા મળી રહી છે અને લોકોનો સાથે ઘસારો પણ જાેવા મળી રહો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.