સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ બિલ્ડીંગ કોવિડ કેર સેન્ટર તરીકે તબદીલ કરવામાં આવી
અમદાવાદ: એએમસી અને રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ હોટલ અને સામાજિક સંસ્થાઓની બિલ્ડીંગને કોવિડ કેસ સેન્ટર તરીકે તબદીલ કરાઇ છે. અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ એકા એક કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ શહેરની ખાનગી અને પ્રાઇવેટ હોસ્પિટલના બેડમાં સંખ્યા ખુટી પડતા તંત્ર દ્વારા ખાનગી હોટલો અને સામાજિક સંસ્થાઓની બિલ્ડીંગ કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ બિલ્ડીંગ કોવિડ કેર સેન્ટર તરીકે તબદીલ કરવામાં આવી છે. પાટીદાર સમાજે આગળ આવી એએમસી અહીં કોવિડ કેર સેન્ટર બનાવે તેવી વિનંતી કરી હતી. ૧૦૦ બેડની વ્યવસ્થા સાથે પાંચ માળની આ બિલ્ડીંગ કોવિડના દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકાઇ છે.
સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક રમેશભાઇ પટેલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સમાજ દ્વારા પાંચ માળની બિલ્ડીંગમાં તમામ રૂમ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. ૨૪ કલાક અહા ડોક્ટર અને નર્સની ટીમ હાજર રહેશે.
તેમજ તમામ ફ્લોર પર સીસીટીવી કેમેરા અને ફાયરની પુરતી સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે. જે પરિવાર પોતાના ઘરે આઇશોલેશન થઇ શકતા નથી તેમના માટે આ સારવાર છે. જેમા માત્ર નજીવો ચાર્જ સેવામાં આવે છે. બે ટાઇમ ભોજન સાથે રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઇ છે. સામાન્ય વર્ગના લોકોને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન સમાજ દ્વારા કરાયું છે.