સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી શરૂ, ૧૧મી જૂન સુધી ટ્રેનોને અસર થશે
રાજકોટ,રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે ૧૧ જૂન, ૨૦૨૨ સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૦ જૂન ૨૦૨૨ સુધી રદ કરવામાં આવી છે તો ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આજ થી ૧૧ જૂન ૨૦૨૨ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ ૯ જુન ૨૦૨૨ સુધી મુંબઈ સેન્ટ્રલથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અમદાવાદથી લઈને મુંબઈ સેન્ટ્રલ ૧૦ જુન ૨૦૨૨ સુધી ચાલશે. આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૯ જૂન ૨૦૨૨ સુધી ભાવનગરથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા – ભાવનગર એક્સપ્રેસ ૧૦ જુન ૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૦ જૂન ૨૦૨૨ સુધી અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધી ચાલશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ટ્રેન નંબર ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૦ જુન ૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને ૨ જૂન ૨૦૨૨ પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયને બદલે ૧૪.૦૫ કલાકે ૨ કલાક મોડી એટલે કે ૧૬.૦૫ કલાકે ઉપડશે. ટ્રેન નંબર ૨૨૯૩૮ રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં ૧ કલાક ૧૫ મોડી થશે અને ટ્રેન નંબર ૧૯૫૬૭ તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ ૧ કલાક મોડી પડશે.ટ્રેન નંબર ૨૨૯૦૮ હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર ૨૦૮૨૦ ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં ૨૦ મિનિટ મોડી પડશે.
ટ્રેન નંબર ૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં ૨૦ મિનિટ મોડી થશે.રેલવે તંત્ર એ મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે.hs3kp