સુરેન્દ્રનગર: વઢવાણામાં દારૂ-બીયરના જથ્થા સાથે ૫ ઝડપાયા

પ્રતિકાત્મક
સુરેન્દ્રનગર, પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી જુગારની ગે.કા પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તેમજ પરીણામ લક્ષી કામગીરી કરવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અન્વયે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વઢવાણ ખારવાની પોળ પાસે પહોંચતા સર્વેલન્સ સ્ટાફના માણસોને હકીકત મળેલ કે આશીફ રજાકભાઇ ખાટકી રેવઢવાણ ખાડ઼ વિસ્તાર નરશી ટેકરી વાળી હિરો મોટર સાયકલ નંબર જીજે-૧૩-એપી-૮૪૩૦ માં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો લઇ વઢવાણ માલધારી ચોક તરફ આવનાર છે.
જે હકીકત આધારે વોચ તપાસ દરમ્યાન આશીફ રજાકભાઇ બાબીયા જાતે ખાટકી ઉવ.૧૯ રે.વઢવાણ ખાડુ વિસ્તાર નરશી ટેકરી વાળાને ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ ન.૧ ઓરીજીનલ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦/- એમ.એલ ની હરીયાણા બનાવટની કાચની શીલબંધ બોટલ નંગ-૧ કી.રૂ.૪૦૦/- તથા મો.સા નં. જીજે ૧૩ એ.પી. ૮૪૩૦ કી.રૂ.૫૦૦૦૦/-નો મુદામાલ મળી આવેલ જે મળી આવેલ વિદેશી દારૂની બોટલ ભાવીન નટુભાઇ નગવાડીયા જાતે ચુ.કોળી ઉવ.૧૯ રે વઢવાણ નરશી ટેકરી ખાડુ વિસ્તાર વાળા પાસેથી લાવેલ હોવાનું જણાવતા જેથી ભાવીનભાઇ નટુભાઇ ના રહેણાક મકાને રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ ૫ કી.ર૦૦૦/- મળી આવેલ અને આ વિદેશી દારૂની બોટલો આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે ભુરો દીલુભા રેવર રહે.બોડીયા તા.લીંબડી વાળો સ્વીટ ગાડી નં. જીજે ૧૩ એ.એલ ૫૮૬૬ વાળી આપી ગયેલ.HS