સુરેન્દ્ર પાલે તેની ૬૦% પ્રોપર્ટી દીકરીના નામે કરી દીધી
મુંબઈ, ૯૦નાં દાયકામાં એવી ઘણી સીરિયલ હતી જેનાં કિરદાર આજે પણ લોકોનાં મન મગજમાં વસી ગયા છે. ટીવી શો શક્તિમાનનાં મુખ્ય વિલન તમરાજ કિલવિશનું કેરેક્ટર પણ ખુબજ લોકપ્રિય હતું. આ ભૂમિકા એક્ટર સુરેન્દ્ર પાલએ અદા કર્યું હતું. આ રોલથી તે ઘર ઘરમાં ખાસ કરી બાળકોમાં વધુ ફેમસ થયો છે.
શક્તિમાન પહેલાં સુરેન્દ્ર પાલ મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યની ભૂમિકા અદા કરતાં લોકપ્રિય થયો હતો. અને તમરાજ કિલવિશ’નાં કેરેક્ટરમાં તેને ભારે લોકપ્રિયતા મેળવી હતી. મૂળ રૂપથી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનાં રહેવાસી સુરેન્દ્ર પાલએ તેમનાં કરિઅરની શરૂઆત વર્ષ ૧૯૮૪માં ફિલ્મોથી કરી હતી.
તેમણે ‘ખુદા ગવાહ’, ‘શહર’, અને ‘જાેધા અકબર’ જેવી ફિલ્મો કરી છે. પણ તેમને અસલી ઓળખ ટીવી શોથી મળી હતી. ‘મહાભારત’ અને ‘શક્તિમાન’ જેવાં સીરિયલને તેની એક્ટિંગ કરિઅરને એક નવી ઓળખ મળી. તે લાંબા સમયથી સતત ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. ‘વો રહેનેવાલી મહલો કી’, ‘લેફ્ટ રાઇટ લેફ્ટ ‘, ‘વિષ્ણુ પુરાણ’, ‘દેવો કે દેવ- મહાદેવ’ જેવાં લોકપ્રિય સીરિયલમાં સુરેન્દ્ર પાલને અહમ ભૂમિકા અદા કરી છે.
સુરેન્દ્ર પાલનાં અભિનય ઉપરાંત નિર્દેશન ક્ષેત્રમાં હાથ અજમાવ્યો, પણ તેમને ત્યાં કામયાબી મળી નથી. તેણે એક ભોજપુરી ફિલ્મ ‘ભઉજી કી સિસ્ટર’ બનાવી. પણ આ ફિલ્મ ચાલી ન હતી. તેથી તેઓ ફરીથી ટીવીની દુનિયામાં પરત આવી ગયા. અભિનયની દુનિયામાં દમદાર ઉપસ્થિત કરાવનારા સુરેનદ્ર પાલ એક શાનદાર જીવન જીવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટરની પાસે ૧૬૩ કરોડની સંપત્તિ છે.
ઉલ્લેખનીય છે કે, તે એક્ટિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે મોટી ફિ લે છે. થોડા સમય પહેલાં સુરેન્દ્ર પાલની કુલ પ્રોપર્ટી ૬૦ ટકા તેની દીકરીનાં નામે કરી દીધી છે. જ્યારે બંને દીકરાઓને ૨૦-૨૦ ટકા આપી છે. તેણે તેનાં એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું હતું. કે તે તેની દીકરીની ખુબજ નિકટ છે.SSS