સુરેશ રૈના ૩૪મા જન્મ દિને અનોખી રીતે ઉજવણી કરશે
ઓકલેન્ડ: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ઉત્તર પ્રદેશ, જમ્મુ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ની ૩૪ સ્કૂલોમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધા આપવાનો સંકલ્પ કર્યો છે.
આ વર્ષે ૧૫મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર રૈનાએ પોતાની પુત્રીના નામે બનાવેલી એનજીઓ ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન (જીઆરએફ)ના સહયોગથી ૨૭ નવેમ્બરે પોતાના ૩૪માં જન્મ દિવસના પ્રસંગે ઘણી પરોપકારી ગતિવિધિઓ કરાવવાનો ર્નિણય કર્યો છે.
નિવેદન પ્રમાણે આ પહેલથી આ સ્કૂલોમાં અભ્યાસ કરનાર ૧૦૦૦૦થી વધારે બાળકોને સ્વાસ્થ્ય અને સાફ સફાઇની સુવિધા મળશે. ઉત્તર પ્રદેશ તરફથી રમનારો રૈના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનનો દૂત પણ છે.
ગ્રેસિયા રૈના ફાઉન્ડેશનની સહ સંસ્થાપક અને તેની પત્ની પ્રિયંકાએ તેના જન્મ દિવસના સપ્તાહની શરૂઆચ ગાજિયાબાદના નૂર નગર સિહાનીના ગર્વમેન્ટ કંપોઝિટ મિડલ સ્કૂલમાં પીવાના પાણીની સુવિધામાં સુધાર, યુવક અને યુવતીઓ માટે અલગ શૌચાલય, હાથ ધોવાની વ્યવસ્થા, વાસણ ધોવાનું સ્થાન અને સ્માર્ટ રૂમનું ઉદ્ઘાટન કરીને કરી હતી. ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન અને યુવા અનસ્ટોપેબલની સંયુક્ત પરિયોજનનો ભાગ છે.
રૈના અને પ્રિયંકાએ આ દરમિયાન નબળા પરિવારની ૫૦૦ મહિલાઓને રાશન કિટ આપી હતી. રૈનાએ કહ્યું કે આ પહેલ સાથે પોતાના ૩૪માં જન્મ દિવસની ઉજવણી મનાવવાથી મને ઘણી ખુશી મળી છે. દરેક બાળકને સારી શિક્ષાનો અધિકાર છે. જેમાં સ્કૂલોમાં સ્વચ્છ અને સુરક્ષિત પાણી અને શૌચાલયનની વ્યવસ્થા પણ સામેલ છે.