સુરેશ રૈના IPL નહીં રમે આ વર્ષે કોઈ મેચ
ચેનાઈ સુપર કિંગ્સના એક બોલરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર હતા તેવામાં હવે તેનાથી પણ આઘાતજનક સમાચાર આવ્યા છે કે ટીમનો સૌથી અનુભવી ખેલાડી સુરેશ રૈના દુબઈથી પરત ફરી રહ્યો અને અંગત કારણોસર તે વતન પરત ફરશે. કોરોના અને લોકડાઉન બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું માંડ આયોજન થઈ રહ્યું છે ત્યારે આ સાથે તે આ વખતની આઇપીએલમાં રમશે નહી.
ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજેન્ટે જ આ માહિતી પ્રગટ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓ કે. એસ. વિશ્વનાથને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સુરેશ રૈના આ સિઝનમાં આઇપીએલમાં રમી શકશે નહીં. તે અંગત કારણોસર ભારત પરત ફરી રહ્યો છે. રૈનાનું નહીં રમવું અમારા માટે આધાતજનક છે કેમ કે આઇપીએલના પ્રારંભથી જ તે અમારો મુખ્ય બેટ્સમેન હતો. તે ટીમ માટે સૌથી વધુ મેચ રમનારો અને સૌથી અનુભવી બેટ્સમેન છે.