Western Times News

Gujarati News

સુર્યકુમાર યાદવ ફેબ્રુઆરી સુધી મેદાન પર વાપસી નહીં કરી શકે

(એજન્સી) નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમને સતત T20 સિરીઝ જીતાવનાર સૂર્યકુમાર યાદવને પગમાં ગંભીર ઈજા થઇ હતી . હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તે ફેબ્રુઆરી મહિના સુધી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકશે નહીં. મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવ ગયા અઠવાડિયે જયારે સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેના પગનો સ્કેન કરવામાં આવ્યો હતો.

સ્કેનમાં ગ્રેડ-૨ લેવલનું ટીયર મળી આવ્યું હતું . આવી સ્થિતિ માં ઈજાની ગંભીરતા ને જોઈને હવે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે થનારી ૩ મેચની ટી૨૦ સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પહેલા અફઘાનિસ્તાન સિરીઝ ભારતીય ટીમની છેલ્લી ટી૨૦ સિરીઝ હશે. ભારતીય ટીમ પાસે ટી૨૦ વર્લ્ડ કપ પહેલા યોગ્ય કોમ્બીનેશન શોધવાની આ છેલ્લી તક રહેશે.

આવી સ્થિતિ માં સૂર્યાની ગેરહાજરી ભારતીય ટીમની ટી૨૦ વર્લ્ડ કપ માટેની તૈયારીઓને એક મોટો ઝટકો છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રણ મેચોની ટી૨૦ સિરીઝની છેલ્લી મેચ દરમિયાન સૂર્યાને પગમાં ઈજા થઇ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.