સુર્યગ્રહણનો નજારો જોઈ નાગરિકો રોમાંચિત
(પ્રતિનિધિ) અમદાવાદ: વર્ષના અંતિમ પૂર્ણ સુર્યગ્રહણનો નજારો સવારથી જ દેશભરના નાગરિકોએ નિહાળ્યો હતો ગ્રહણ નિમિતે ગઈકાલ રાતથી જ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા અને સુર્યગ્રહણ પૂર્ણ થયા બાદ બપોરે ૧.૦૦ વાગે સવારની આરતી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ઠેરઠેર સુર્યગ્રહણનો નજારો નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને શાળામાં ભણતા બાળકોને આ નજારો બતાવવામાં આવ્યો હતો અને સુર્યગ્રહણના કારણો પણ બતાવવામાં આવ્યા હતાં. સુર્યગ્રહણનો નજારો જાઈ નાગરિકો રોમાંચિત બની ગયા હતાં.
વૈજ્ઞાનિકો દ્વારા ગ્રહણ દરમિયાન કેટલીક પૌરાણિક વાતોને લઈ નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજને દુર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આજના સુર્યગ્રહણના પગલે સવારથી જ લોકો ધાબાઓ ઉપર તથા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ ટેલીસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી હતી. પુર્ણ સુર્યગ્રહણનો નજારો નિહાળી વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયાઓ આપી હતી ત્યારે બીજીબાજુ મંદિરોમાં પણ બપોરે ૧.૦૦ વાગ્યા બાદ આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
મુસ્લિમ બિરાદરો દ્વારા પણ સુર્યગ્રહણ નિમિતે અમદાવાદ શહેરની ૮ જેટલી મસ્જિદોમાં ખાસ સલાતુલ કુસૂફ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહયા હતા આ નમાઝ એક કલાક સુધી ચાલતી હોય છે. શહેર સહિત રાજયભરના જાણીતા અંબાજી, દ્વારકા, સોમનાથ, સહિતના મંદિરો સવારે બંધ રહયા હતાં અને બપોરે ૧.૦૦ વાગ્યા બાદ સવારની આરતી કરવામાં આવી હતી. સુર્યગ્રહણનો પ્રારંભ થતાં જ શહેરમાં સવારથી જ ઠેરઠેર આ નજારો જાવા માટે લોકો દુરબીનો લઈ ગોઠવાઈ ગયા હતાં.
એક જ રાશિમાં ૬ ગ્રહોનો સંયોગ પ૭ વર્ષ બાદ જાવા મળે છે ધન રાશિમાં ૬ રાશિઓ એકત્રિત થાય છે તેથી સુર્યગ્રહણનું મહત્વ વધારે હોય છે આજનું સુર્યગ્રહણ વર્ષનું અંતિમ ગ્રહણ છે જે વર્ષનું સૌથી મોટુ ગ્રહણ માનવામાં આવે છે.
સવારે શરૂ થયેલ સુર્યગ્રહણ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દેખાવાનું હોવાથી રાજયમાં આવેલ નાના-મોટા મંદીરો સવારના દર્શનાર્થે બંધ રહેનાર છે. ગ્રહણને કારણે મંદિરો, ભક્તો માટે બપોરે ૧ વાગે ખોલવામાં આવશે. સોમનાથ, દ્વારકા, ડાકોર, શામળાજી, અંબાજી ઉમિયા માતાજી સહિત રાજયના મોટાભાગના મંદીરો બપોરે ૧ વાગે ખોલવાના હોવાને કારણે સવારની આરતી ૧.૩૦ કલાકે થશે. આ સુર્યગ્રહણ ર કલાક પર મિનીટ સુધી દેખાનાર છે.
વર્ષનું સૌથી મોટુ ગ્રહણ હોવાને કારણે સુર્યગ્રહણના દ્રશ્યો જાવા વિજ્ઞાન તથા ખગોળ શાસ્ત્રમાં રસ ધરાવતા લોકો સવારથી જ ટેલીસ્કોપ લઈ સુર્યગ્રહણમાં થતા પળેપળનો અભ્યાસ કરતા જાવા મળે છે.
નરી આંખે સુર્યગ્રહણ ન જાવાની તજજ્ઞોની ખાસ સલાહ છે ઘણા લોકો ધાબા પર ચઢી બિલોરી કાચ કે ગોગલ્સ પહેરી સુર્યગ્રહણનો નઝારો જાઈ પ્રભાવિત થાય છે ઘણા ઠેકાણે તો લોકો ઘરની બહાર આવી ચશ્મા પહેરી સુર્યગ્રહણ જાતા નજરે ચઢતા હતા, તો કેટલીક શાળાના બાળકોને તેમના શિક્ષકો સુર્યગ્રહણ વિશે બાળકોને જાણકારી થાય તે માટે બાળકોને સુર્યગ્રહણ વિશે માહિતી આપતા હતા.
સુર્યગ્રહણ પુરૂ થયા બાદ નદીમા સ્નાન કરવાની પરંપરા છે તે પરંપરા મુજબ આજે પણ ભાવિકો નદીમાં સ્નાન કરીને પરંપરાને જાળવી રાખી છે. ઉપવાસ, દાન કરવાની પણ પરંપરા જાળવવામાં આવી રહી છે.
ગુજરાત ઉપરાંત ભારતમાં, દુબઈમાં તથા એશિયાના દેશોમાં સુર્યગ્રહણ જાવા મળે છે વર્ષના અંતે દેખાયેલ સુર્યગ્રહણ હવે પછી ભારતમાં સુર્યગ્રહણ ર૧મી જુન ર૦ર૦ના રોજ દેખાશે. ધાર્મિક દ્રષ્ટિએ આજના સુર્ય ગ્રહણની પણ વિશેષ મહત્તા છે સુર્યગ્રહણને કારણે ઉપવાસ, દાન કરવાનું વિશેષ મહત્વ હોવાનું શાસ્ત્રમાં જણાવાયું છે આજે મંત્ર જપ કરવાનું પણ ખૂબ જ મહત્વ છે એમ જણાવ્યું છે કે આજે ઉપવાસ કરે, નદીમાં સ્નાન કરે, ગરીબોને દાન કરવાથી પુણ્ય મળે છે આજે દેખાયેલ સુર્યગ્રહણનો નઝારો કંઈક જુદો જ હતો.
સુર્યગ્રહણ નીમીતે શહેરની ૮ મસ્જીદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા મળી લગભગ ૧ કલાક સુધી નમાઝ પઢી હતી અને દુઆ માંગી હતી. આજનું સુર્યગ્રહણ દુબઈ, આઈસલેન્ડ, શ્રીલંકા તથા ઈન્ડોનેશીયામાં જાવા મળ્યું હતું. પેસેફીક એન્ટલાટીકમાં ગ્રહણની સમાપ્તી થશે. વર્ષના અંતે દેખાયેલ આ સુર્યગ્રહણનો નઝારો શહેરીજનોએ માણ્યો હતો.