સુલિયાતથી સંજેલી તરફનો મુખ્ય રસ્તો બંધ કરાતા માલ વાહક સહિત ઇમરજન્સી વાહનોને મુશ્કેલી
પંચમહાલ દાહોદ અને મહિસાગરની સરહદ નવાગામ ખાતે રસ્તા પર પથ્થર તેમજ કાંઠા પાથરી સીલ કરી દેવાયો.
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ, કોરોના વાયરસની મહામારી રહીને લોક ડાઉન જાહેર થતાં ગોધરા સંતરામપુર મુખ્ય રસ્તાથી સૂલીયાત થઈ સંજેલી તરફનો મુખ્ય રસ્તા પર પથ્થર તેમજ બાવળના કાંટા ગોઠવી રસ્તો બંધ કરાતા આવશ્યક ચીજવસ્તુ તેમજ માલવાહક વાહનો અને ઇમર્જન્સી સેવાઓને અવર જવર બંધ થતાં હાલાકી.વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી સંજેલી તાલુકાના વેપારીઓની માંગ છે.
મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાની સરહદ પર વહીવટી તંત્ર દ્વારા પોલીસ જવાનો તેમજ આરોગ્યની ટીમ તૈનાત કરી બેરેક ગોઠવી આવતા જતા વાહનોને ચેક કરી હિસ્ટ્રી લઈ જવા દેવામાં આવે છે.ત્યારે ગોધરા સંતરામપુર મુખ્ય માર્ગ સુલીયાત થી સંજેલી તરફ જવાના મુખ્ય માર્ગ પર નવાગામ ટેકરે અચાનક વહીવટી તંત્ર દ્વારા રોડ પર જ પથ્થરો ગોઠવી કાંટા નાખી દઇ રસ્તો બંધ કરી દેતા.
ભાવનગર રાજકોટ કડી અમદાવાદ કાલાવડ ગોધરા થઈ સંજેલી તાલુકા મથકે આવતા ખાતાર લોખંડ સીમેન્ટ ફળફળાદી શાકભાજી અનાજ કરિયાણા ના ભારે વાહનો તેમજ આવશ્યક બિન આવશ્યક માલ વાહકો તેમજ ઇમરજન્સી જેવી સેવાઓને પંચમહાલ સરહદ પરનો રસ્તો બંધ કરી દેવાતા સંજેલી તાલુકાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.જેના કારણે સંજેલી તાલુકાના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ત્યારે વહીવટી તંત્ર દ્વારા નવાગામ ટેકરા પર ના મુખ્ય માર્ગ પર રાખેલા પથ્થર કાંટાના જાકારા દૂર કરી બેરેક મૂકવામાં આવે જેથી આવતા જતા વાહનો ને અવર જવર કરવામાં કોઇ મુશ્કેલી ના પડે તેવી સંજેલી તાલુકાની વેપારી તેમજ આસપાસની પ્રજાની માંગ ઉઠવા પામી છે.મોટાભાગના આ વિસ્તારના લોકો સંજેલી નજીક પડતું હોય અવાર નવાર ધંધા રોજગાર રોજી મોટી માટે પણ સંજેલી તરફ અવર જવર કરતા હોય છે.તેમજ સંજેલીથી ગોધરા બરોડા અમદાવાદ તરફ જતાં મોટાભાગના વાહનો સંજેલી સુલિયાત રોડ પર જ અવર જવર કરતા હોય છે.રોડ બંધ કરી દેતા જ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.