સુવર્ણ પદક વિજેતા નિશાનેબાજ શ્રેયસી સિંહ ભાજપમાં સામેલ
પટણા, રાષ્ટ્રમંડળ ખેલોમાં સુવર્ણ પદક જીતનારી નિશાનેબાજ શ્રેયસી સિંહ ભાજપમાં સામેલ થઇ ગઇ છે. તે બિહાર વિધાનસભા ચુંટણીમાં કિસ્મત અજમાવી શકે છે.
શ્રેયસીના પિતા દિગ્વિજયસિંહ બિહારના મુખ્ય સમાજવાદી નેતા હતાં તે અહીં ભાજપ મુખ્ય કાર્યાલયમાં પાર્ટીમાં સામેલ થઇ આ દરમિયાન ભાજપના મહામંત્રી અને પાર્ટી બિહાર મામલાના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને મહામંત્રી અરૂણ સિંહની હાજરીમાં ભાજપમાં સામેલ થઇ હતી બાદમાં તેણે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાની મુલાકાત કરી હતી.
૩૩ વર્ષીય અર્જૂન પુરસ્કાર વિજેતા શ્રેયસીએ ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટમાં થયેલ રાષ્ટ્રમંડળ ખેલોમાં સુવર્ણ પદક જીત્યુ હતું ભાજપ તેમને વિધાનસભા ચુંટણીમાં ઉમેદવાર બનાવી શકે છે. શ્રેયસીના પિતા બાંકાથી અનેકવાર લોકસભા સાંસદ રહી ચુકયા છે આ ઉપરાંત તે રાજયસભાના સભ્ય પણ રહી ચુકયા હતાં.તેઓ સપાના વરિષ્ઠ નેતા હતાં.
૨૦૧૦માં સિંહના નિધન બાદ તેમની પત્ની પુતુલ સિંહે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચુંટણી લડી હતી બાદમાં તે ભાજપમાં સામેલ થઇ ગયા હતાં ગત વર્ષ લોકસભા ચુંટણીમાં બાંકા બેઠક જદયુને આપવામાં આવી હતી તો તેમણે ત્યાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન પત્ર દાખલ કર્યું હતું ત્યારબાદ તેમને ભાજપે પાર્ટીમાંથી બરતરફ કરી દીધા હતાં.