Western Times News

Gujarati News

સુવિધા સ્પેશિયલ ટ્રેન  અમદાવાદથી ગયા દોડશે

File

તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે  (Western Railway) 30 ઓક્ટોબર 2019 ના રોજ અમદાવાદથી ગયા માટે વિશેષ ભાડા સાથે સુવિધા સ્પેશિયલ ટ્રેન (Ahmedabad to Gaya Special train) ચલાવશે. આ ટ્રેનના પેસેન્જર આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ મુસાફરો આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી (IRCTC website) વેબસાઇટથી 29 ઓક્ટોબરથી બપોરે 13 વાગ્યે શરૂ થયુ છે. વળતા, 1 નવેમ્બર (શુક્રવાર) ના રોજ 09460 ગયાથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડી રહી છે.

તે મુજબ ટ્રેન નંબર 82957 અમદાવાદ-ગયા ઝોન સુવિધા સ્પેશ્યલ (વિશેષ ભાડા સાથે) 30 ઓક્ટોબર (બુધવાર) ના રોજ 21.45 વાગ્યે ઉપડશે અને ગયા (શુક્રવારે) સવારે 10 વાગ્યે ગયા પહોંચશે.

વળતરમાં, ટ્રેન નંબર 09460 ગયા-અમદાવાદ સ્પેશિયલ 01 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે દોડશે અને 03 નવેમ્બર (રવિવારે) રાત 02.10 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેનો બે દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, રાણી, મારવાડ બેવર, અજમેર, જયપુર,બંડીકુઇ, રેવારી, દિલ્હી, મુરાદાબાદ, બરેલી, લખનઉ, ચારબાગ, ફૈઝાબાદ, અકબરપુર, જૈનપુર, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર, સાસારામ અને દેહરીઓનસોન સ્ટેશનો. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.