સુશાંતના ઘરે ખુબ ચાલતી હતી ચરસ પાર્ટી: પૂર્વ બોડીગાર્ડ
મુંબઇ, નોરકોટિસ કંટ્રોલ બ્યુરો સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ એંગલ પર ધ્યાન આપવાની તૈયારીમાં છે આ દરમિયાન સુશાંતના પૂર્વ બોર્ડીગાર્ડ મુસ્તાકે જણાવ્યું હતું કે તેણે બોલીવુડ સ્ટારને ખાનગી પાર્ટીઓ દરમિયાન અને તેની કારમાં મુસાફરી દરમિયાન મોંધા અને આયાત કરાયેલ ચરસ લઇ જતા જાેદોયા હતાં
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નોકરી છોડતા પહેલા મુસ્તાક લગભગ નવ મહિના સુધી અભિનેતાની ખાનગી સુરક્ષા એસ્કોર્ટમાં કામ કરતો હતો. એ યાદ રહે કે રાજપુતના ધરમાં કામ કરનાર નીરજે પોલીસ સમક્ષ કરેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણે અભિનેતાની મૃત્યુના થોડા દિવસો પહેલા ગાંજાની સિગારેટ લગાવી હતી.
મુસ્તાકના જણાવ્યા અનુસાર અભિનેતા સાથેના નવ મહિનાના રોકાણ દરમિયાન તેણે ચાર પાંચ વ્યક્ગિત સ્ટાફના સભ્યોની બરતરફી જાેઇ હતી રાજપુતનો સ્વભાવ અનિશ્ચિત હતો. શુટીંગ દરમિયાન તે કંઇ પણ માંગી શકતો હતો અને ન મળે તો ગુસ્સે થતો હતો.તેના મુડના કારણે તે અચાનક શુટ રદ કરી દેતો હતો
આ ઘણી વાર બન્યુ છે.સેટ તૈયાર હોય તો પણ શુટીંગ રદ કરાતુ હતું. મુસ્તાકે દાવો કર્યો કે તેણે અચાનક કોઇ દોષ વિના લોકોને કાઢી મુકયા મુસ્તાકે કહ્યું કે હું મુલાકાતમાં બધુ કહી શકતો નથી હું ફકત ખોટી ખુશામત આપીશ નહીં તો લોકો મારા પુતળા સળગાવવાનું શરૂ કરશે હવે હું ઉપરવાળાની માફી માંગુ છું.HS