સુશાંતની હત્યામાં અંડરવર્લ્ડનો હાથ ?
મુંબઈ: સુશાંત સિંઘ રાજપૂતનાં નિધનને એક મહિનો થવા આવ્યો હજુ સુધી તેનાં નિધનને લગતી કોઈ ચોક્કસ માહિતી આવી નથી. મુંબઈ પોલીસ સતત આ મામલે તપાસ કરી રહી છે ત્યારે આ કેસ CBIને સોંપવામાં આવે તેવી માંગ પણ સોશિયલ મીડિયામાં સુશાંતનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ દ્વારા ઉઠી છે. પણ હવે એક સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા મામલે અને મુંબઇ પોલીસની તપાસ પર પ્રશ્નો ઊભા કરી દીધા છે.
પોતાને ભારતની ગુપ્ત એજન્સી રોનાં પૂર્વ કર્મચારી ગણાવનાર એન. કે. સૂદે એક વીડિયો અપલોડ કર્યો છે અને આ ઘટના અંગે એક નવી કહાની જણાવી છે. તેનો આરોપ છે કે સુશાંતની સાથે બનેલી ઘટનામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો હાથ છે. અત્યાર સુધી સામે આવેલાં તથ્યોને જાેડીને એન.કે. સૂદે તેમનું સમીકરણ તૈયાર કર્યું છે જેમાં તે સ્પષ્ટ કહે છે કે આ આત્મહત્યા નહીં પણ હત્યા છે.
આ વીડિયોમાં એન કે સૂદ કહે છે કે, દાઉદ ઈબ્રાહિમનાં માણસો સુશાંતને ધમકીઓ આપતા હતાં જેને કારણે સુશાંતનો તણાવ વધતો જઈ રહ્યો હતો. હાલમાં જ શેખર સુમને સુશાંતનાં એક મહિનામાં ૫૦ સિમ બદલ્યાની વાત કરી હતી. જે અંગે સૂદનું કહેવું છે કે, આ લોકોથી બચવા માટે જ સુશાંતે ગત મહિને ૫૦ સીમકાર્ડ બદલ્યા હતાં. તેનો આરોપ છે કે, સુશાંતનાં દરેક પગલાંની માહિતી તેનાં નજીકનાં ફિલ્મ નિર્માતા મિત્ર સંદીપ સિંઘ દ્વારા સલમાન ખાન અને કરન જાેહર પાસે પહોંચતી હતી જે બાદ તે સીધા અંડરવર્લ્ડ સુધી આ માહિતી પહોંચાડતા હતાં.
સંદીપ સિંઘ અંગે આપવામાં આવેલું નિવેદન ઘણું જ મોટુ છે. કારણ કે સંદીપ સુશાંતનાં ઘણાં જ નિકટનો માનવામાં આવે છે. સુશાંતનાં અંતિમ સંસ્કાર વાળા દિવસે સુશાંતનાં પરિવારને તેણે એકલાએ સંભાળ્યો હતો. જાેકે તમને જણાવી દઈએ કે, સુશાંતનાં પારિવારિક મિત્રો પણ સંદિપ સિંહ પર ઘણાં સવાલ ઊભા કરી ચૂક્યા છે અને તેનાં ફોન રેકોર્ડની તપાસની માંગણી પર કરી ચુક્યા છે જાેકે સૂદે તેનાં વીડિયોમાં અન્ય ઘણાં ખુલાસા કર્યા છે જે મુંબઈ પોલીસને પણ ચોંકાવી દે તેવા છે. એન. કે. સૂદ નામનાં આ વ્યક્તિનો વીડિયો શનિવારે સવારે જ મુંબઈ પોલીસમાં હડકંપ મચાવી ચૂક્યો હતો. સુશાંતનાં કેસની તપાસ કરતી પોલીસ હાલમાં આ વીડિયો અંગે માહિતી એકઠી કરવામાં પડી છે.
સૂદે વીડિયોમાં એમ પણ કહ્યું છે કે, સુશાંતનાં બિલ્ડિંગનાં ઝ્રઝ્ર્ફ કેમેરા એક દિવસ પહેલાં કાં તો બંધ કરી દેવામાં આવ્યા કે પછી ખરાબ કરી દેવામાં આવ્યા હતાં. આ એક સમજી વિચારીને કરેલું ષડ્યંત્ર છે. આ આત્મહત્યા નથી પણ હત્યા છે. અને આ કોઈ બહારની વ્યક્તિનું કામ નથી પણ તેનાં નજીકનાંનું જ કામ છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સુશાંતની આત્મહત્યા કર્યાનાં થોડા દિવસ પહેલાં જ રિયા ચક્રવર્તી તેને છોડીને જતી રહી હતી. આ ઘટના પર પણ એન. કે. સૂદે તેનો મુદ્દો બનાવ્યો હતો. આ વીડિયોમાં સૂદ કહે છે કે, મહેશ ભટ્ટ અને સંદીપ સિંહનાં કહેવા પર જ રિયાએ સુશાંતને છોડી દીધો હતો. સૂદે દાવો કર્યો છે કે, આ ઘટના અંગે મહેશ ભટ્ટને સંપૂર્ણ જાણકારી હતી. તેણે તેનાં વીડિયોમાં પાકિસ્તાનની ઈવેન્ટ મેનેજર રેહાના સિદ્દીકી અને એક બ્રિટિશ બિઝનેસમેન અનિલ મૂસર્રતની સાથે અંડરવર્લ્ડ અને હિન્દી ફિલ્મોનાં કનેક્શનને જાેડ્યું હતું.
આપને જણાવી દઈએ કે, એન. કે. સૂદે આ વીડિયોમાં જે ખુલાસા કર્યા છે તે પ્રકારનાં કોઈપણ પૂરાવા મુંબઇ પોલીસને મળ્યા નથી પણ કેટલાંક તથ્યો જે એન. કે. સૂદે તેનાં વીડિયોમાં મુક્યા છે તે ક્યાંક તો સત્યની નજીક છે જે આધારે મુંબઈ પોલીસ આ વીડિયોની તપાસમાં લાગી છે.