સુશાંતને રિયા માનસિક બીમાર સાબિત કરવા માંગતી હતી, બિહાર પોલીસનું સોગંદનામું
નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂતનાં નિઘન મામલે સતત નવાં ખુલાસા થઇ રહ્યાં છે આ વચ્ચે બિહાર પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરવાવે કારણે સોગંદનામું દાખલ કરાવ્યું છે જેમાં તેમણે ઘણી મહત્વની વાતો સામે મુકી છે. કોર્ટમાં દાખલ એફિડેવિટમાં બિહાર પોલીસે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનાં પરિવારનાં સભ્યોને સુશાંત સિંહ રાજપૂતનાં સંપર્કમાં આવ્યાનું એકમાત્ર જ કારણ ગણાવ્યું હતું કે, તેઓ સુશાંતનાં પૈસા પડાવવા માંગતા હતાં.
બિહાર પોલીસે તેમનાં સોગંદનામામાં એમ પણ કહ્યું છે કે, તેઓ સુશાંતને માનસિક બીમાર સાબિત કરવા તેને ખોટી રીતે રજૂ કરવાની ખોટી તસવીર તૈયાર કરી રહી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં આ વાત કહેવામાં આવી છે કે, રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતને તેનાં ઘરે લઇ ગઇ હતી અને તેને દવાની માત્રાનો ઓવરડોઝ આપવાનો શરૂ કર્યો હતો.
સોગંદનામામાં બિહાર પોલીસનું કહેવું છે કે, મુંબઇ પોલીસનાં અસહયોગ છતાં પણ તેમને તપાસમાં ઘણાં જ મહત્વનાં પૂરાવા મળ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલં પોતાનાં જવાબમાં પોલીસે જણાવ્યું કે, દેશનાં ઘણાં સ્થાનો પર તપાસ કરવાની જરૂર છે. જો કોઇ બિંદુ પર રાજપૂતની રહસ્યમય આત્મહત્યા મામલે સીબીઆઇ તપાસ કરશે તો ઘણાં અહમ ખુલાસા સામે આવશે.HS