સુશાંતસિંહ રાજપુતના મામલાની તપાસ પુરી : CBI
નવીદિલ્હી: સુશાંતસિંહ રાજપુત મામલાની તપાસ સીબીઆઇએ પુરી કરી લીધી છે.સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઇ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ પ્લે મળ્યુ નથી સુત્રો પ્રમાણે સીબીઆઇની તપાસ હવે પુરી થઇ ચુકી છે અને તે પોતાનો રિપોર્ટ તાકિદે પટણાની સીબીઆઇ કોર્ટમાં રજુ કરશે
જાણકારી પ્રમાણે સીબીઆઇએ ૮ ઓકટોબરે સુશાંતના જીજાજી અને ફરીદાબદના કમિમિશ્ર ઓપી સિંહ અને સુશાંતની બેન નીતુની પુછપરછ કરી હતી આ પુછપરછ બાદ સીબીઆઇની તપાસ હવે પુરી થઇ ચુકી છે.
સુત્રોનું તે પણ કહેવું છે કે સીબીઆઇ ચાર્જશીટના રૂપમાં કલોઝર રિપોર્ટ દાખલ કરી શકે છે પોતાની તપાસમાં મળેલા તમામ પરિસ્થિતિજન્ય પુરાવાના આધાર પર રિયાને આરોપી બનાવવાનો નિર્ણય કોર્ટ પર છોડી શકે છે.
તો ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામાં થઇ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ વિષે આરોગ્ય મંત્રાલયને જાણકારી આપવામાં આવી નથી સ્વામીએ સવાલ ઉઠાવ્યો છે કે શું એમ્સની ટીમે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે પછી માત્ર કુપર હોસ્પિટલના ડોકટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોતાનો મત બનાવ્યો શું ડોકટર સુધીર ગુપ્તાને ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે એમ્સની વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરતા પહેલા તેઓ ઇન્ટરવ્યુ આપે શું એમ્સની ટીમે પુરાવા નાશ કરવા અંગે તપાસ કરી