સુશાંતસિંહ રાજપૂતના ભાઈ પર ત્રણ શખ્સ દ્વારા ફાયરિંગ
નવી દિલ્હી, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પર એકવાર ફરી દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પરિવાર સાથે જાેડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના કઝિન (પિતરાઇ ભાઇ)ને તોફાની તત્વોએ ગોળી મારી દીધી છે.
તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના બિહારના સહરસામાં તે સમયે સર્જાઇ હતી જ્યારે સુશાંતના કઝિન પોતના મિત્રો અને યામાહા શોરૂમના માલિક રાજકુમાર સિંહ અને તેમના એક સહયોગી સાથે જઇ રહ્યા હતા. તે સમયે ત્યાં મોટરસાઇકલ પર સવાર કેટલાક બદમાશો આવ્યા અને ત્રણેય પર ગોળીઓ ચલાવી દીધી.