સુશાંત આત્મહત્યા કેસની આગામી સપ્તાહમાં સુનાવણીઃ SCનો મુંબઈ પોલીસને ૩ દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ
નવી દિલ્હી, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યાનાં મામલાની તપાસ પર કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ નૈતિકતાથી આ નિર્ણય લીધો છે કે, તે બિહાર સરકારના આગ્રહને સ્વીકાર રશે. આ અંગે જલ્દી નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે, આનો અર્થ એ છે કે, અત્યાર સુધી આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી નથી. જ્યારે આપવામાં આવશે તો નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. આજની સુનાવણી બાદ માનવામાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે કે તપાસ મુંબઈ પોલીસ કરશે કે સીબીઆઈ. સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, હવે રિયાની સુપ્રીમ કોર્ટમાં અરજીનો કોઈ અર્થ નથી રહેતો. મહત્ત્વનું છે કે, રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બિહારની તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. હવે બિહારમાં તપાસ નથી થઈ રહી કારણ કે, બિહારે તપાસને સીબીઆઈ પાસે મોકલી દીધી છે.
બીજી તરફ રિયાના વકીલ શ્યામ દિવાને બિહારના કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, જ્યારે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે તો ત્યાં જ તપાસ થવી જાેઈએ.૫૬ ગવાહ સાથે પૂછપરછ થઈ ગઈ છે. રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસની તપાસ કરવી સુપ્રીમ કોર્ટનાં અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. આ કેસમાં બિહાર પોલીસના જાેડાવવાનો કોઈ કાયદાકીય આધાર નથી. વધારેમાં વધારે આ ઝીરો એફઆઈઆર હશે અને તેને મુંબઈ પોલીસને આપી દેવામાં આવશે.
સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, સીબીઆઈએ જલદી તપાસ શરૂ કરવી જાેઈએ. કોઈપણ આરોપીને કોઈ સુરક્ષા ન મળે. કારણ કે પુરાવા નષ્ટ થવાનો ખતરો છે. પહેલાં જ ઘણું મોડું થઈ ગયું છે. તપાસ સાથે જાેડાયેલી તમામ વસ્તુઓ જાહેર થઈ ગઈ છે. જે માણસે સુશાંતની બોડી નીચે ઉતારી હતી પોલીસે તેને હૈદરાબાદ જવા દીધો. આ કઈ રીતે તપાસ થઈ રહી છે. બિહાર પોલીસના અધિકારીને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા કે જેથી પુરાવા નષ્ટ કરવામાં આવે.
સુશાંત સિંહ રાજપૂત મામલે પોલીસ ડિપાર્ટમેન્ટનાં અધિકારીક સૂત્રોથી જાણકારી મળી છે તેનાં અનુસાર સોમવારે ત્રણ મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યાં છે જે લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમાં સુશાંતનાં નજીકનાં સિદ્ધાર્થ પીઠાની, બીજાે દિપેશ સાવંત અને ત્રીજાે સિદ્ધાર્થ ગુપ્તાનું નામ શામેલ છે. આ સામે મહારાષ્ટ્ર સરકારના વકીલે જણાવ્યું કે, અમારી પોલીસ તપાસ કરી રહી છે. આ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપવો જાેઈએ નહીં. બિહાર પોલીસને પોતાના પર વિશ્વાસ નથી. એટલે તપાસ સીબીઆઈને સોંપવાની વાત કરે છે. આ બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જાેઈએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે. અહીં સવાલ ન્યાયાધિકાર ક્ષેત્રનો છે કે કઈ એજન્સી તપાસ કરશે. મહારાષ્ટ્ર પોલીસને લખીને આપવું પડશે કે તપાસ પ્રોફેશનલી થશે. સુપ્રીમ કોર્ટે ૩ દિવસમાં મુંબઈ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.