સુશાંત કેસઃ ડ્રગ્સ મામલામાં એનસીબીએ પહેલીવાર ધરપકડ કરી
મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત કેસમાં સીબીઆઇની તપાસ ચાલુ છે.જયારે નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પણ આ મામલામાં કાર્યવાહી કરતા અબ્દુલ બાસિત પરિહાર અને જૈંદ વિલાત્રાની મુંબઇના બાંદ્રાથી ધરપકડ કરી છે.આ માહિતી એનસીબીએ આપી છે. એનસીબી અનુસાર બાસિત અને જૈંદ વિલાસાની લિંક સુશાંત સિંહ રાજપુત હત્યા કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના સાથી સૈમ્યુઅલ મિરાંડાની સાથે હતો. મિરાંડા પર શોવિક ચક્રવર્તી (રિયાનો ભાઇ)ના નિર્દેશ પર ડ્રગ ખરીદવાનો આરોપ છે. એનસીબીએ આ મામલાથી જાેડાયેલ એક અન્ય આરોપી જૈંદ વિલાસાની પણ ધરપકડ કરી છે.
સુશાંત સિંહ મોત મામલે નારકોટિકસ કંટ્રોલ બ્યુરોએ ૨૭ ઓગષ્ટને રિયા ચક્રવર્તી અને અન્યની વિરૂધ્ધ પ્રતિબંધિત દવાઓની તેમની કહેવાતી લેવડદેવડની તપાસ માટે એક ટીમની રચના કરી હતી એનસીબીએ ડ્રગ સંબંધિત કેસમાં તેના એક દિવસ પહેલા એક અપરાધિક મામલો દાખલ કર્યો હતો આ મામલો અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતને લઇ કરવામાં આવી રહેલ તપાસમાં સામે આવ્યો હતો.HS